રાજકોટ: લોકસાહિત્યકાર દેવાયત ખવડને લઈને આવ્યા મહત્વના સમાચાર ! 72 દિવસના જેલવાસ બાદ અંતે…જાણીને વિશ્વાસ નહિ આવે
મિત્રો હાલ તમે બધાજ જાણોજ છો કે લોકસાહિત્યકાર દેવાયત ખવડ પર મયુરસિંહ રાણા નામના યુવક પર હુમલો કરવા અને જાનથી મારી નાખવાના પ્રયાસો કરવાના આરોપો લાગ્યા છે. જ્યારે આ વિવાદ સર્જાયો હતો તે બાદ થી 9 દિવસ સુધી દેવાયત ખવડ ફરાર હતો અને ૧૦માં દિવસે તે ક્રાઈમ બ્રાંચની શરણે આવી પહોચ્યો છે. જે બાદ તેના પર હુમલાનો ભોગ બનેલ મયુરસિંહએ કેસ પણ કરી દીધો છે. તેને લઈનેજ હાલ એક મોટા સમાચાર સામા આવી રહ્યા છે આવો તમને વિગતે આ સમાચાર જણાવીએ.
જો વાત કરવામાં આવે તો દેવાયત ખવડને લઈને જે પણ વિવાદો ઉભા થયા હતા અને જે મારપિટની ઘટના બની હતી તે આજે ગુજરાતભરમાં એક ચર્ચાનો વિષય બની ગયો છે. મારપીટના CCTV ને આધારે દેવાયત ખવડ પર મયુરસિંહ રાણા નામના બિલ્ડર પર હુમલો કરવાના આરોપો લાગ્યા હતા. જે બાદ મયુરસિંહ પર જીવલેણ હુમલાના કેસમાં લોક સાહિત્યકાર દેવાયત સહિત ત્રણેય આરોપી જેલ હવાલે કર્યા હતા.
જો વિગતવાર વાત કરવા મા આવે તો રાજકોટ સેશન્સ કોર્ટમાં સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. બાદમાં દેવાયત ખવડે હાઇકોર્ટના દ્વાર ખટખટાવી જામીન અરજી કરી હતી. જોકે હાઇકોર્ટે પણ તેની જામીન અરજી ફગાવી દીધી હતી જે બાદ તેમનો જેલવાસ લાંબો થઇ ગયો હતો. તેવામાં હાલ લોકસાહિત્યકાર દેવાયત ખવડને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કે દેવાયત ખવડના ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. તેમને 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. આખરે 72 દિવસના જેલવાસ બાદ દેવાયત ખવડના જામીન મંજૂર થયા છે.
તમે નહીં જાણતા હોવ તો જણાવી દઈએ કે દેવાયત ખવડ આ પહેલા પણ અનેક વિવાદોમાં આવી ચુક્યા છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો