રાજકોટ : હે ભગવાન આવું મૌત કોઈને ન આપતાં! પરિવારના એકના એક દીકરાને એવુ મૌત મળ્યું કે રુંવાટા.. પિતાનું રુદન
તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.
વાત કરવામાં આવે તો અકસ્માતનો આ ધ્રુજાવી દેતો કિસ્સો રાજકોટના રૈયા રોડ પર ટેલિફોન એક્સ્ચેન્જ પાસેથી સામે આવી રહી છે જ્યાં હર્ષ ઠક્કર નામનો યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની બાઈક લઈને ખાડામાં પડ્યો હતો. આ ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું. આ ખાડો રાજકોટ મ્યુનિસિપ કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવ્યો હતો, જેના કારણે લોકો તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
આમ આ ઘટના બાદ ઘટના બાદ લોકોના અહીં એકઠા થઈ ગયા હતા, પરંતુ તેઓ હર્ષનો જીવ બચાવી શક્યા નહોતો. મૃતક હર્ષ પરિવારનો એકનો એક દીકરો હતો. આમ આ સાથે આ ઘટના બાદ એક રાહદારીએ જણાવ્યું હતું કે આ વ્યક્તિ ખાડામાં પડ્યા પછી અમે તેમને બહાર કાઢ્યા હતા પરંતુ તેમને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેમનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું.
મૃતક હર્ષના પિતાએ જણાવ્યું કે, “તેની બાઈકમાં પંચર પડ્યું હતું અને તેનો ફોન આવ્યો હતો મેં તેને ટ્યુબ બદલવાનું કહ્યું હતું. પરંતુ 15 મિનિટ સુધી તેનો ફોન આવ્યો નહોતો, પછી મેં તેને ફોન કર્યો પરંતુ તેને ઉપાડ્યો નહોતો. 5 મિનિટ પછી અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને મને તાત્કાલિક ઈન્દિરા સર્કલ આવવા માટે કહ્યું હતું. મેં ત્યાં જઈને જોયું તો તેને ખાડામાંથી બહાર કાઢેલો હતો.” પિતાએ પણ તંત્રની બેદરકારી સામે સવાલ ઉભા કર્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.