રાજકોટ: હાઇવે પર ગોઝારું અકસ્માત સર્જાતા કારમાં સવાર પટેલ યુવકનું કરુંણ મોત ! જયારે અન્ય ત્રણ, થયું એવું કે “ચાર રસ્તા…
તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.
આ ગોઝારું અકસ્માતી ઘટના રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ઉમિયા ચોક પાસેથી સામે આવી રહ્યો છે જ્યા વહેલી સવારે એક કાર પલ્ટી મારી જતા ચાર યુવાનો પૈક એક યુવાનનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોટ નીપજ્યું જયારે અન્ય ત્રણ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. જાણકારી પ્રમાણે આ ગંભીર અકસ્માતમાં કારચાલક પ્રતીક મનસુખભાઈ કરકર(પટેલ)(ઉ.વ.30)(રહે.મયુરનગર-1,એસ્ટ્રોન સોસાયટી પાછળ)ને ગંભીર ઇજા થતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મિત્રો રાજેશ દલસુખભાઈ વાઘેલા (ઉ.વ.24) (રહે.પુસ્કરધામ.રોડ),શનિભાઈ સોલંકી અને અન્ય એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાની જાણ પોલીસ ને થતા નજીકના માલવીયા પોલીસ મથકના સ્ટાફને જાણ કરવામાં આવતા એએસઆઈ વનિતાબેન બોરીચા અને સ્ટાફ પણ સિવિલ હોસ્પિટલે પહોંચી ગયો હતો. મૃત્યુ પામનાર પ્રતીક કલરકામનો કોન્ટ્રાકટર હતો તે પરિણીત હતો.તે તેમના મિત્રો સહિત ચારેય વ્યક્તિ ગોંડલમાં મિત્રના પુત્રના બર્થ ડે પાર્ટીની ઉજવણી હોય તે પાર્ટી પુરી કરી રાજકોટ પરત ફરતા હતા
અચાનકજ ત્યારે ઉમિયા ચોક નજીક ચાલક પ્રતિકે કારના સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા એસેન્ટ કાર ચાર ગોથા ખાઈ ગઈ હતી. તેમજ વાત કરવામાં આવે તો પ્રતીક બે ભાઈમાં મોટો હતો.તેમના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.જ્યારે ઘવાયેલા રાજેશ વાઘેલાને ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.