રાજકોટ: ધો. ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી સગીરાએ ગળેફાંસો ખાઈ જીવનટુંકાવ્યું ! સ્યુસાઈડ નોટમાં લખ્યું, મારા મરવાનું કારણ પપ્પા…હકીકત જાણી ધ્રુજી ઉઠશો
હાલમાં આત્મહત્યાના કિસ્સા બહુ જોવા મળે છે લોકો નાની વાતો માં પણ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી લેતા હોય છે. હાલમાં તો આવી આત્મહત્યા નું પ્રમાણ મોટા શહેરોમાં એટલું વધતું જોવા મળ્યું છે કે રોજ આવા અનેકો દર્દનાક અને દિલ ને હચમચાવી દેતા કિસ્સા સામે આવતા હોય છે. આજકાલ આવા મોટા શહેર માં તરુણો અને યુવાનો આવું પગલું ભરતા વધારે જોવા મળે છે આવું પગલું ભરવા પાછળનું કારણ પણ ઘણી વાર તો સમાજ ને ખબર પડતી નથી હાલમાં નાના બાળકો પણ આવા દિલને ઝંજોળી નાખે એવા આત્મહત્યા ના કિસ્સા સામે આવતા હોય છે. આજે પણ એક દિલને રડવા પર મજબુર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ધોરણ ૧૧ માં ભણતી સગીરાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે તેમજ મૃતકે એક સ્યુસાઈડ નોટ પણ લખી હતી. આવો તમને આ ઘટના જણાવીએ.
આપઘાતની આ ધ્રુજાવી દેતી ઘટના રાજકોટના ધોરાજી માંથી સામે આવી રહી છે. જ્યાં સ્કૂલની હોસ્ટેલમાં રહેતી અને ધો.11 સાયન્સમાં અભ્યાસ કરતી દિવ્યા રમેશભાઈ ડોડિયા નામની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. દિવ્યા ડોડિયાએ ગત મોડી રાત્રે હોસ્ટેલના 318 નંબરના રૂમમાં પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. મોડી રાત્રે 12 વાગ્યા પછી આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. પોલીસને દિવ્યાએ લખેલી સુસાઇડ નોટ મળી આવી છે.
જેમાં લખ્યું હતું કે, ‘પપ્પા, મારા મરવાનું એક જ કારણ છો અને એ છો તમે. તમારાથી મને અતિ નફરત થઈ ગઈ હતી. કેમ કે, તમે મને ક્યારેય પોતાની દીકરી જ નહોતી સમજી. બસ ઓર્ડર અને ગુસ્સો કરતા જ આવડતું. મારા મરવા પાછળ મને એક ‘બા’ નો અફસોસ છે. જેણે મને મા-બાપ બન્નેનો પ્રેમ આપ્યો. SORRY DADI’ આ સાથે વધુમાં લખ્યું હતું કે ‘મા જ્યારે પણ યાદ કરીશ ત્યારે તારી સાથે હોઈશ. મા મને માફ કરી દેજો કેમ કે, આટલા ટેન્શનમાં હું જીવી શકું તેમ નથી. મા મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. મારા એક એક આંસુનો હું બદલો લઈશ.’
આમ બનાવના પગલે ધોરાજી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. દિવ્યાના પિતા રમેશભાઈ BSFના જવાન રહી ચૂક્યા છે. તેઓ પણ રાતે જ હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા. ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે, દિવ્યાએ અંતિમ પગલું ભરતાં પહેલાં અડધો કલાક ફોન પર પરિવારના સભ્યો સાથે વાત કરી હતી. આમ ત્યાં સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને સરકારી હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહ