રાજકોટ: અંધશ્રદ્ધાએ લીધો યુવતીનો જીવ ! દીકરીને છાતીમાં દુખાવો થતા પરિવારે હોસ્પિટલની બદલે…દીકરી પીડાથી કણસતી રહી અને
આજના આધુનિક યુગમાં પણ અમુક લોકો એવા છે કે જે હજી અંધશ્રદ્ધામાઁ વિશ્વાસ રાખે છે અને તેના રસ્તા પર ચાલે છે. આ લોકો વધારે પડતાં વૃદ્ધ અને જુના વિચારવાળા હોઈ છે. જે બધીજ બાબતોમાં અંધશ્રદ્ધા રાખતા હોઈ છે તેમજ ઘણી વખત તો લોકો અંધશ્રદ્ધાને લઇ એવુ કરી બેઠતા હોઈ છે જે તમે વિચારી પણ ના શકો હાલ એક તેવોજ અંધશ્રદ્ધા ને લઇ એક યુવતીને છાતીમાં દુખાવો થતા માતા-પિતા હોસ્પિટલને બદલે જે કર્યું તે ધ્રુજાવી દે તેવું છે આવો તમને આ વિગતે જણાવીએ.
મોતની આ ધ્રુજાવી દેતી ઘટના જામનગર રોડ પર દ્વારકાધીશ પંપ સામે શિવશકિત સોસાયટીમાંથી સામે આવી રહી છે જ્યાં રહેતી લક્ષ્મી ગોપાલભાઈ બજાણીયા (ઉ.વ.20)ને લાંબા સમયથી છાતીમાં દુ:ખતું હતું. જેથી સુનમુન રહેતી ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે દીકરી લક્ષ્મીને ઉલ્ટી થતા માતાએ લક્ષ્મીના પિતા ગોપાલભાઈને ફોન કરી જાણ કરતા ગોપાલભાઈ ઘરે આવ્યા હતા. જે બાદ દીકરીની તબિયત ખરાબ જોઈ તેને ત્યારેને ત્યારે વાંકાનેર પાસે આવેલા વિહોત માતાજીના મંદિરે લઈ ગયા હતા. જયાં ભુવાએ દાણા લીધા હતા. જે વિધિ પતાવી પરિવાર ઘરે આવ્યો હતો.
ત્યાર પછી લક્ષ્મી થોડુ ઘણુ જમી પછી છાતીમાં દુ:ખતુ હોય જેથી સુઈ ગઈ હતી. જે પછી રાત્રે દોઢેક વાગ્યે તેમના માતાએ ઉઠીને જોતા લક્ષ્મી હલનચલન ન કરતી હોય તેને જગાડવા પ્રયત્ન કર્યો હતો. પણ તે બેભાન જેવી થઇ ગઇ હોય તુરંત 108 મારફત તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે ત્યાંજ તેનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું જે બાદ પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું.
બનાવના પગલે યુનિવર્સિટી પોલીસની ટીમ દોડી ગઇ હતી. પોલીસે મોતનું કારણ જાણવા મૃતદેહ પોસ્ટમોર્ટમમાં ખસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે સાંજે મંદીરને બદલે હોસ્પિટલે ખસેડવામાં આવી હોતતો લક્ષ્મીનો જીવ કદાચ સારવારથી બચી શકયો હોત પરંતુ અંધશ્રદ્ધામાં પરીવારે દીકરી ગુમાવતા શોક છવાયો છે. આમ પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો