રાજકોટ: આરોપી દેવાયત ખવડ સહિત ત્રણેયને કોર્ટે આપ્યો મોટો આદેશ ! પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા…
મિત્રો હાલ તમે બધાજ જાણોજ છો કે લોકસાહિત્યકાર દેવાયત ખવડ પર મયુરસિંહ રાણા નામના યુવક પર હુમલો કરવા અને જાનથી મારી નાખવાના પ્રયાસો કરવાના આરોપો લાગ્યા છે. જ્યારે આ વિવાદ સર્જાયો હતો તે બાદ થી 9 દિવસ સુધી દેવાયત ખવડ ફરાર હતો જોકે હાલમાંજ તે ક્રાઈમ બ્રાંચની શરણે આવી પહોચ્યો છે. જે બાદ તેના પર હુમલાનો ભોગ બનેલ મયુરસિંહએ કેસ પણ કરી દીધો છે. તેણે લઈનેજ હાલ એક મોટા સમાચાર સમા આવી રહ્યા છે આવો તમને વિગતે આ સમાચાર જણાવીએ.
એવુ સામે આવી રહ્યું છે કે દેવાયત ખવડ હુમલો કર્યા બાદ પાછળની દિશામાં કોઈને ઈશારા કરતો હોવાનું દેખાયું છે. ત્યારે તેની સાથે અન્ય કોઈ આરોપીઓની સંડોવણી હતી કે કેમ તે બાબતે પોલીસે તેની પૂછપરછ કરતા કહ્યું કે, જ્યાં ઈશારો કર્યો તે તરફ લોકો એકત્રિત થઈ ગયા હતા. જેથી તેમને ત્યાંથી જવા માટે ઈશારો કર્યો હતો. બાકી તેની સાથે કોઈ અન્ય આરોપીઓ પાછળ આવ્યા નહોતા. જોકે તમે બધા જાણતાજ હશો કે આ મારપીટનો CCTV વિડીઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો એટલું જ નહીં પોલીસની પૂછપરછમાં એવુ પણ સામે આવ્યું કે હથીયારો પહેલેથી જ કારમાં પડયા હોવાનું રટણ કર્યું છે.
તેમજ આ સાથે એવુ પણ સામે આવી રહ્યું છે કે વોન્ટેડ રહ્યાના સમય દરમિયાન દેવાયત ખવડ અને અન્ય આરોપીઓએ ક્યાં આશરો લીધો હતો તે મુદ્દે પોલીસે તપાસ કર્યા બાદ જણાવ્યું કે, આરોપી દેવાયત ખવડ પોતાની મૂળી પંથકમાં આવેલી વાડીમાં આશરો લીધાનું જણાવી રહ્યો છે. જ્યારે તેના ડ્રાઇવર હરેશ ઉર્ફે કાના રબારીએ પણ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો.જોકે તે બાદ દેવાયત ખવડે 10માં દિવસે પોલીસની શરણે આવ્યા બાદ બે આરોપીઓ હરેશ રબારી અને કિશન કુંભારવાડીયા પણ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા.
આમ જે બાદ શનિવારે આ ત્રણેય આરોપીઓને એ-ડીવીઝન પોલીસે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડની અવધી આજે પૂરી થતા આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા કોર્ટે ત્રણેયને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો હતો. ગુનામાં વપરાયેલી કાર, હથિયારો અને આરોપીઓના કપડા વગેરે પોલીસ કબ્જે કરી ચૂકી છે. આમ આવીજ રીતે દેવાયત ખવડની આગળની અપડેટ માટે અમારી સાથે જોડ્યા રહેજો જેથી તમને નવ નવા સમાચાર મળતા રહે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો