રાજકોટ: સાચ્ચી મિત્રતા, જીવન સાથે મરણ સાથે ! ગામના બે પાક્કા મિત્રોની એક સાથે અર્થી ઉઠી આખું ગામ હિબકે ચડ્યું, ઘટના…

તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. જેમાં કુલ 9 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો અકસ્માતનો આ ધ્રુજાવી દેતો કિસ્સો નવસારી જિલ્લા માંથી સામે આવી રહી છે. જ્યાં આજે વહેલી સવારે ખુબજ ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક ફોર્ચ્યુનર કારે કાબુ ગુમાવતા સામેના રોડ બાજુની રોંગ સાઈડ થી અમદાવાદથી આવી રહેલ એક લક્ઝરી બસ સાથે અથડાતા ઘટના સ્થળે જ 7 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા, જ્યારે 2 લોકોના સારવાર દરમિયાન મોત આંબી ગયો હતો. આમ આ ઘટનાની જાણ થતા નવસારી જિલ્લાની પોલીસ તરતજ ઘટના થળે પહોંચી ગઈ હતી. જો તમને જણાવીએ તો આ ઘટનામાં મયુર વાવેયા, પ્રજ્ઞેશભાઈ વેકરીયા, ધર્મેશભાઈ શેલડીયા, જયદીપભાઇ પેથાણી, જયદીપભાઇ ગોધાણી, નવનીતભાઈ ભડીયાદરા, નીતિનભાઈ પાટીલ કંપનીનો ડ્રાઇવર એમ 2 અન્ય લોકો સહીત કુલ 9 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા.

આમ આ અકસ્માતમાં ગોંડલના ગુંદાળાના ધર્મેશ પ્રકાશભાઈ શેલડિયા (ઉં.વ.24) અને ધોરાજીના ભાદાજાળિયા ગામના જયદીપ કાંતિભાઈ પેથાણી (ઉં.વ.25)નું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બન્ને પાકા મિત્રો હતા. આજે બન્ને મિત્રોની પોતપોતાના ગામમાંથી અંતિમયાત્રા નીકળી હતી. જેમાં બન્નેના પરિવાર હીબકે ચડ્યા હતા. કંધોતર દીકરા ધર્મેશની અર્થીને પિતા પ્રકાશભાઈએ કાંધ આપી હતી. આ ઘટના બાદ સમગ્ર ગુંદાળા ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ જણાવીએ તો ધર્મેશનું અકસ્માતમાં મોત થતા પિતાએ એકનો એક પુત્ર ગુમાવ્યો છે. ધર્મેશના કાકા જીતુભાઈ શેલડિયાએ જણાવ્યું હતું કે, ધર્મેશ પરિવારમાં એકનો એક આધારસ્તંભ હતો. ધર્મેશનો હસતો અને હસમુખો ચહેરો હતો. તેને પરિવારમાં અમે જોકર કહીને બોલાવતા હતા. ધર્મેશના પિતા પ્રકાશભાઈ ખેતીકામની સાથે સેન્ટિંગનું કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા.


આ સાથે ઘટનાની વાત કરવામાં આવે તો વલસાડથી ભરૂચ જતી ફોર્ચ્યુનરના ચાલકને ઝોકું આવી જતાં કાર ડિવાઈડર કૂદી ગઈ હતી અને અમદાવાદના પ્રમુખસ્વામીનગરમાંથી પરત ફરી રહેલી બસ સાથે જોરદાર અથડાઈ હતી, જેથી બસના મુસાફરને હાર્ટ-એટેક આવી ગયો હતો. આ અકસ્માતમાં ફોર્ચ્યુનરમાં સવાર 9 પૈકી 8 લોકોના તેમજ બસમાં સવાર એક મુસાફરનું મોત થતાં કુલ 9 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 30 જેટલા લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું તેમજ આ ઘટનામાં મૃતકોને 2-2 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *