ડાયરા કલાકાર દેવાયત ખવડ ફરી વિવાદમા ! રોડ વચ્ચે ધોકા વાળી થઈ… જુઓ વિડીઓ
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના લોક સાહિત્યકારો કલાકારો અને સંગીતકારોનો જમાનો ચાલી રહ્યો છે. ખાસ કરીને આજના કલાકારો ડાયરો અને લોક સાહિત્ય નો પ્રોગ્રામ કરીને દેશ અને વિદેશની અંદર ખૂબ જ પ્રખ્યાત બનતા હોય છે. ખાસ કરીને ડાયરો અને તેમાં પણ મોજ હોય અને જેના શબ્દોની ગુંજ થી આખો ડાયરો માં કેવી રીતે સવાર પડી જાય એવા દેવાયતભાઇખવડ હંમેશા ચર્ચામાં રહે છે. ખાસ કરીને કોઇપણ પ્રકારના સ્ટેજ હોય પરંતુ રાણા રાણાની રીતે જ હોય. તેવામાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે એક યુવકના પગ ભાંગી નાખ્યા જે સમગ્ર મામલો CCTVમાં કેદ થયો હતો.
મિત્રો વાત કરીએ તો આ કિસ્સો રાજકોટના સર્વેસ્વર ચોકમાંથી સામે આવી રહ્યો છે જ્યાં મયુર સિંહ રાણા પર દેવાયત ખવડે હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ હુમલો પુષ્કર એપાર્ટમેન્ટ નજીક કરવામાં આવ્યો છે. દેવાયત ખવડ સહિત બે શખ્સોએ હુમલો કર્યાનો આક્ષેપ છે. આમ આ હુમલામાં પીડિત જે યુવકના પગ ભાંગી ગયા તે યુવકનું નામ મયુરસિંહ છે. હુમલા બાદ મયુરસિંહને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ મારામારીનું એક કારણ એ પણ છે કે મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી તમે જોઈ શકો છો કે હુમલાની સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ છે. દેવાયત ખવડ અને અન્ય એક વ્યક્તિ લાકડી વડે માર મારતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે. હાલમાં સીસીટીવીના આધારે એ ડીવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.