રાજકોટ: એક ચોકાવનારી ઘટના પરિવાર ની એક ની એક દિકરી એ અગ્નિ સ્નાન કરી લેતા તેનો પરિવાર દુઃખ ના દરિયા માં ગરકાવ.

રાજકોટ માં રહેતી ૧૭ વર્ષીય યુવતી ને તેના પિતા એ ઘર ની બહાર બેસવાની ના પાડતાં સગીરા ને આ વાત લાગી આવતા તેણે આવી નાની એવી વાત ને બહુ મોટું સ્વરૂપ આપી દીધું અને પોતે અગ્નિ સ્નાન કરી ને પોતાનું જીવન ટૂંકાવી લીધું.આ ઘટના બનતા પોતાની વ્હાલી દિકરી ગુમાવી દેતા પરિવાર દુઃખ ના દરિયા માં ગરકાવ થય ગયો.

રાજકોટ શહેર ના મોરબી રોડ પર ના આશાપુરા પાર્ક માં રહેતા રીક્ષા ચાલક એવા સંજયભાઈ નારણભાઈ ચૌહાણ ની ૧૭ વર્ષીય પુત્રી તુલસી એ અગ્નિ સ્નાન કરી લેતા પરિવાર શોક માં ગરકાવ થય ગયો હતો.

વધુ તપાસ માં જાણવા મળિયું કે દિકરી એ આ પગલું ભરિયા બાદ તેના રૂમ માંથી ધુમાડો નજરે ચડતા પાણી વડે આગ ઓલવવાનો પ્રયાસ કરાયેલ, અને તાત્કાલિક “૧૦૮” ની ટીમ ને ફોન કરતા ૧૦૮ ટીમ પણ ઘટના સ્થળે આવી પહોચી હતી.

પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી અને મોત નું કારણ જાણવા તાત્કાલિક લાશ ને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. વધુમાં જાણવા મળ્યું કે મૃતક “તુલસી” ને એક ભાઈ છે. અને મારનાર તુલસી પોતે ધોરણ-૧૦ માં અભ્યાસ કરતી હતી. પિતા એ બાર બેસવાની નાની એવી બાબત માં “તુલસી” ને ઠપકો આપતા તે પોતાના રૂમ માં ચાલી ગય અને ત્યાર બાદ તેને આ પગલું ભરિયું હોવાનું જાણ માં આવેલ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.