રાજકોટનો નામચીન ડોન કુકી ભરવાડનું થયું કમકમાટી ભર્યું મોત ! થયું એવું કે માતાજીના દર્શન કરી પરત ફરતી વખતે…

તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. જેમાં નામચીન કુકી ભરડવાડનું મોત થયું છે.આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

આ ધ્રુજાવી દેતી ઘટના બોટાદ-રાણપુર પાસેમાં ગઢડિયા ગામ નજીક થી સામે આવી રહ્યો છે જ્યાં 35 વર્ષીય કુકી ભરવાડ પોતાની ક્રેટા કાર લઈ માતાજીના દર્શને કરવા ગયો હતો. આમ દર્શન કર્યા બાદ રાત્રિના સમયે કુકી ભરવાડ પરત રાજકોટ આવતો હતો ત્યારે ગઢડીયા ગામ નજીક પોતાની ક્રેટા કાર થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટના બનતાજ આજુબાજુના રાહદારીઓ તરતજ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઘટનામાં કુકી ભરવાડને માથામાં અને શરીરને ગંભીર ઇજાઓ થતા તુરંત બોટાદ પ્રાથમિક સારવાર બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડાતા તેમને ફરજ પરના તબીબે મૃત્યુ જાહેર કર્યો હતો.

તેમજ વાત કરીએ તો કુકી ભરવાડ ઉર્ફે રાજુશિયાળીયાને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પોતે ત્રણ ભાઈ એક બહેનમાં સૌથી નાનો હતો. કુકીના મોતથી પરિવારમાં શોક છવાયો છે. નોંધનીય છે કે કુકીએ અગાઉ પોલીસ ફરિયાદનો ખાર રાખી એક કારખાનેદાર પર હુમલો કર્યો હતો. જે બનાવમાં માલવિયા નગર પોલીસ મથકમાં અગાઉ ફરજ બજાવતા પીએસઆઈ વી.કે.ઝાલા સહિતનો સ્ટાફ પુનિતનગરના ટાંકા પાસે ચામુંડા હોટેલ નજીક પકડવા ગયો ત્યારે તેની પર કુકી અને તેના સાગરીતોએ સોડા બોટલના ઘા કરી હુમલો કર્યો હતો. તેમજ કુકી વિરૂદ્ધ અગાઉ મારામારી સહિત અનેક ગુન્હા પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *