રાજકોટનો પટેલ પરિવાવ બન્યો પ્રેરણારૂપ! સાસુએ મા બનીને પુત્રવધુનું કર્યું કન્યાદાન, કારણ જાણીને આંસુ સરી પડશે…
મિત્રો તને જાણોજ છો કે જીવનમાં બધીજ વ્યક્તિને એક જીવન સાથીણી જરૂર પડતીજ હોઈ છે અને તે પુરી પણ કરતા હોઈ છે. પરંતુ ઘણી વખત એવા દુઃખદ ઘટના કે અકસ્માતમાં બે માંથી કોઈ એક જીવન સાથિનું નિધન બાદ બીજો વ્યક્તિ હમેશામાટે એકલો પડી જતી હોઈ છે. અને જીવનમાં તે ખુબજ નિરાંશા અનુભવતો હોઈ છે. તેવમાં તમે ઘણાં કિસ્સાઓ સાંભળ્યા હશે કે પરિવારે વિધવા સ્ત્રીના પુનઃ લગ્ન કરાવ્યા, હાલમાં પણ એક તેવોજ કિસ્સો સામે આવી રહ્યો છે. આવો તમને તેના વિશે વિગતે જણાવીએ
વાત કરીએ તો કોરોના કાળે અનેક સ્વજનોને છીનવી લીધા. પટેલ સમાજમાં ભામાશા તરીકે ઓખળ ધરાવતા પ્રવિણભાઇ પાંભર અને હંસાબેન પાંભરની દીકરી એકતાના લગ્ન 2011માં મિતાબેન ચંદુભાઈના દીકરા સમ્રાટ સાથે થયેલ પણ કોરોનાકાળમાં ચંદુભાઈ અને તેમના પુત્ર સમ્રાટનું નિધન થયેલ. આ જ કારણે એકતાની એકલતા દૂર કરવા માટે સાસુ મિતાબેને પુત્રવધૂ એકતા માટે દીકરા જેવો જમાઇ શોધી ફરી સંસાર મંડાવ્યો છે. આમ એકતાબેનને સંતાનમાં બે બાળકો ગ્રીષ્ટા(ઉં.વ.9) અને દ્વિજ(ઉં.વ.6) છે. આ બન્ને બાળકો નાની વયે પિતાની છત્રછાયા અને દાદાના પ્રેમની હુંફ ગુમાવી છે. આ બંનેના અવસાન બાદ એકતા અને તેમના સાસુ મિતાબેન એકલા રહી ઘર સંસાર સંભાળતા હતા.
આમ પોતાના વ્હાલસોયા દીકરાને ગુમાવ્યા બાદ દીકરી જેવી વહુને આખુ જીવન એકલું જીવવું ન પડે અને બે બાળકોને પિતાની છત્રછાયા મળે તેવા વિચારથી એકતાના બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ અંગે મીતાબેને પુત્રવધૂ એકતાના માતા-પિતા સાથે ચર્ચા કરી હતી. ત્યારે એકતાના પિતા પ્રવીણભાઇએ નક્કી કર્યુ કે, એકતા માટે એવા વ્યક્તિની પસંદગી કરવી જે દીકરીના સાસરીયામાં પણ રહે અને દીકરીના સાસુની પણ સંભાળ રાખે. આવા યોગ્ય યુવક સાથે લગ્ન કરાવવા સમાજમાંથી યુવકની શોધ ચાલુ કરી.
ગોંડલના રવિ સાથે એકતાના 17 ઓગસ્ટે લગ્ન સંપન્ન થયા. સાસુને પણ પુત્ર જેવો આધાર મળે તેવા આશય સાથે આખરે યોગ્ય યુવક પણ મળતા પરિવારમાં ફરી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગોંડલના રહેવાસી કાંતાબેન મહેશભાઇ આસોદરીયાના એન્જિનિયર પુત્ર રવિ સાથે એકતાના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. 17 ઓગસ્ટના રોજ એકતા અને રવિના હિન્દુ રિત રિવાજ મુજબ લગ્ન સંપન્ન થયા હતા. હવે રવિ સાસુ મીતાબેન અને પત્ની એકતા સાથે રહી તેમનું ઘર અને સાથે વ્યવસાય પણ સંભાળશે. પૂરા સમાજ માટે આ પ્રેરક કિસ્સો બન્યો છે.