રાજસ્થાન સિરોહી માં અજાણી બીમારી: ૭-માસુમ બાળકો ના મોત થતા ગામ માં શોક.
માસુમ બાળકોના મોત નીપજતા ગામમાં અફરાતફરી નો માહોલ જોવા મળીયો.આની માહિતી આરોગ્ય ના વિભાગ ને થતા જ તંત્ર તરત દોડતું થય ગયું.આરોગ્ય ની ટીમે આ બાબતે મોતના કારણ ની તપાસ માટે આસરે ૨૫૦ જેટલા ઘરો માં સર્વે હાથ ધરિયો અને આશરે ૫૮ થી વધુ બાળકો ના બ્લડ સેમ્પલ લયને તેને લેબ માં મોકલીયા હતા
પ્રાથમિક તપાસ માં બહાર આવિયું કે આ મોત નું મુખ્ય કારણ વાયરસ હતું.આ સાથે જ ત્યાં આસપાસ ની ઠંડા પીણા ની દુકાનો પણ બંધ કરવા આદેશ આપવામાં આવીયો.મૃત્યુ પામનાર ના પરિવારો ની સાથે ની વાત માં જાણવા મળિયું કે બાળક ને ખેંચ,અકળાય ગયા અને અચાનકજ લોહી ની ઉલટી થવા લાગી હતી અને ત્યાર બાદ તરત જ તેનું મૃત્યુ નીપજયું હતું.
હેલ્થ વિભાગ ના ડૉ.જોગેશ્વર પ્રસાદે જણાવ્યું હતું કે ગુરુવારે યોગેશ (૪) પુત્ર વિકારમ (૧૧) પુત્ર થાવારામ, ગુડિયા(૧૧) પુત્રી સોનારામ આ બાળકો ની તબિયત લથડી હતી.૧૦૮ મારફતે તેમણે સારવાર અર્થે હોસ્પિટલ લય જવામાં આવિયા હતા. AIIMS ની ટીમ તપાસ હાથ ધરી રહી છે.અને ટીમે ઠંડા પીણા ના સેમ્પલ લીધા હતા.અને સાથે જ બધી લારી ને જબ્ત કરીને માલિકો ને વેચાણ ન કરવા સુચના આપી હતી.અને લીધેલા સેમ્પલો ને જોધપુર અને જયપુર માં મોકલવામાં આવિયા હતા.
આ સાથે આરોગ્ય મંત્રી એ જણાવ્યું હતું કે સર્વે સંપૂર્ણ પણે પૂરો થય ગયેલ છે.આ બાબતે રાજ્ય આરોગ્ય મંત્રી પરસાદી લાલ મીણા એ જણાવ્યું કે આ બાબતે ત્યાના કલેક્ટર સાથે વાત કરવામાં આવી હતી.અને તેને મૃત્યુ નું મુખ્ય કારણ વાયરલ જણાવ્યું હતું.સાથે જ જોધપુર અને જયપુર ની ટીમ પણ ત્યાં પહોચી ગય છે.