14 વર્ષની ઉંમરે ગાવાની શરૂઆત કરનાર રાકેશ બારોટ આજે જીવે છે, આવું જીવન! મણિરાજ બારોટ સાથે…

હાલમાં ઘણા એવા ગુજરાતી ગાયક કલાકાર છે,જેમણે સંગીત ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું છે. એક તરફ એવા ગાયક કલાકારો છે જેમણે બાળપણ થી જ ગાવાની શરૂઆત કરીને આજે ગુજરાતવાસીઓના હૈયામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. આજે આપણે વાત કરીશું રાકેશ બારોટની સંગીતની સફર વિશે.ઘણા ઓછા લોકો જાણતા હશે કે, રાકેશ બારોટનો મણીરાજ બારોટ સાથે ખૂબ જ નજીકનો સંબંધ છે. ચાલો ત્યારે અમે આપને તમામ વાતો થી રુબરુ કરાવીએ કે, આખરે કંઈ રીતે રાકેશ બારોટ ગુજરાત આ લોકપ્રિય ગાયક કલાકાર બન્યા.

IMG 20220118 195657

રાકેશ બારોટએ સંગીતની દુનિયમાં આવવા માટે અનેકગણો સંઘર્ષ કરેલ અને આજે તેનું પરિણામ આપણી સામે છે. રાકેશ બારોટ જ્યારે 14 વર્ષના હતા ત્યારથી જ સંગીત પ્રત્યે રુચિ લાગવા લાગી હતી. તેઓ જ્યારે આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે જ મામા મણિરાજ બારોટ સાથે તેમની કેસેટ બનાવી હતી. જોકે, ત્યારબાદ વાત આગળ ન વધી અને મણિરાજ બારોટ દિવંગત થયા ત્યારપછી ફરી એક નવી શરૂઆત કરી.

IMG 20220118 195721

તેમના જીવનમાં ત્યારે સફળતા મળી જ્યારે ગીત ‘સાજનને સંદેશો’ આવ્યું. આવ્યું તો ખરું જ પણ એવું છવાયું કે મામા મણિરાજ બારોટના ભાણેજ તરીકે અને એક ગાયક તરીકે રાકેશ બારોટનો ખુલ્લા મને સ્વીકાર કર્યો. જે પછી એક પછી એક આલ્બમ મળતા ગયા અને રાકેશ બારોટ ઓડિયન્સના દિલમાં સ્થાન જમાવતા ગયાં. આપણે સારુ આપવામાં નિષ્ફળ ન નીવડીએ બસ એ મહત્વનું છે એવું રાકેશ બારોટનું માનવું છે. સૌથી મહત્વની વાત એ છે કે, મણીરાજ બારોટ રાકેશ બારોટના મામા છે, રાકેશ ક્યારેય મણીરાજ બારોટના નામે નહીં પણ પોતાની ગાયિકીની કળા થી આગળ આવ્યા.

IMG 20220118 195808

જ્યારે કેસેટનો જમાનો હતો ત્યારથી રાકેશ બારોટ કામ કરતા હતા.જે પછી વીસીડી-ડીવીડીનો જમાનો આવ્યો અને ટેક્નીક સાથે ગાવાની ઢબ અને લય પણ બદલ્યા. અને હવે યુ ટ્યૂબ જેવા પ્લેટફોર્મ સાથે ડિજિટલ યુગ આવી ગયો છે. આમ સંગીતક્ષેત્રે ઘણાં કપરા ચઢાણો પણ છે તો સાથે સાથે જ મહેનત કરીએ તો સફળતા પણ છે.સંગીતક્ષેત્રમાં દિગ્ગજ એવા મણિરાજ બારોટ રાકેશ બારોટના મામા થાય છે તો કુટુંબમાં ચાર ભાઈમાંથી રાકેશ ત્રીજા નંબરના છે. તેમના અન્ય ભાઈ શૈલેષ પણ સિંગર છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *