જેતપુરમાંના ગૌપ્રેમી રમેશભાઈએ ખરીદ્યો 42 લાખનો નંદી ! ખાસ વાત એવી કે જાણી તમે મોઢું ફાડી જશો….એવું તો શું ખાસ છે આ નંદીમાં ?
મિત્રો આમ તો તમે અનેક એવા લોકો જોયા હશે જે અનોખા શોખ ધરાવતા હોય છે, અમુક લોકો સોના પહેરવાનું તો અમુક લોકો મોંઘી દાટ કારોનો શોખઃદ ધરાવતા હોય છે પરંતુ દુનિયામાં એવા પણ લોકો હોય છે જે સેવાકાર્યોમાં વધારે માનતા હોય છે. એવામાં હાલ આવો જ એક કિસ્સો અમે લઈને આવ્યા છીએ જેના વિશે જાણીને તમને થોડા અંશે તો આશ્ચર્ય જ થશે.
લોકો ગૌ માતા પ્રત્યે પ્રેમ અલગ અલગ રીતે બતાવતા હોય છે, કોઈક રોજ ગાયોને રોટલી અથવા તો ચારો ખવડાવી તો અમુક લોકો એવા પણ હોય છે જે ગાયો માટે ગૌશાળા જ ખોલાવી નાખતા હોય છે પરંતુ આજે અમે જેતપુરના એક એવા ગૌપ્રેમી વિશે તમને જણાવાના છીએ જેણે ગાયો પ્રત્યે ખુબ સેવા નિષ્ઠાએના ભાવ સાથે ગાયોની સેવા કરેલ છે, આથી જ પણ ખુબ રહે છે.
પરંતુ હાલ તેઓ એક એવી વાતથી ચર્ચિત થઇ રહ્યા છે કે જેના વિશે જાણીને તમને પણ આંચકો લાગશે. મિત્રો જયારે તમને પૂછવામાં આવે કે એક નંદીની કિંમત કેટલી આંકવામાં આવે તો નક્કી છે કે તમે ઓછી જ કહેશો પણ હાલ આ કિસ્સો સામે આવ્યો છે તે બાદ તો તમે કોઈ પણ નંદીની કિંમત ઓછી નહીં આંકી શકો. તસવીરોમાં તમે જોય જ શકો ચો કે આ નંદીને તેનો માલિક ખુબ લાલ-પ્રેમથી પંપાળી રહ્યો છે.
આ જોયા બાદ તમને નવાય લાગશે પરંતુ પંપાળે જ ને આ નંદી કોઈ જેવો તેવો નહીં પણ 42 લાખ રૂપિયાનો નંદી છે. આ નંદીની કિંમત આટલી બધી કેમ ચૂકવી? ચાલો જાણીએ આ સંપૂર્ણ કારણ વિશે. હાલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા તરફ ગતિમાન થયા છે એવામાં ગાયના છાણનું ખાતર તેમ જ છાણમાંથી લીપણ તથા વાસણો તૈયાર કરવામાં આવે છે, આથી ગાયોની જરૂરિયાત ખુબ વધી જતી હોય છે.
આ નંદી માલિક રમેશભાઈ ગાયોના જતન માટે ‘ગીર ગૌ જતન’ નામની સંસ્થામાં ગૌશાળા ચલાવે છે, જણાવી દઈએ કે તેઓએ આટલો મોંઘોદાટ નંદી ગૌ સંવર્ધન માટે ખરીદ્યો છે. રમેશભાઈની ગાયોને ઉત્તરં ઓલાદનું ગાવંશ પ્રાપ્ત થાય તે માટે થઈને તેઓએ આ ગુણોથી સમૃદ્ધ તથા જાતવાન નંદી ખરીદ્યો છે.