પ્રાચીન ભારતની જાખી બતાવે છે વાંકાનેરનો રણજીત વિલાસ પેલેસ ! ભલભલા રાજમહેલને પાછો પાડે… જુઓ તસવીરો
મિત્રો જો વાત કરવામાં આવે તો ભારત ભ્રમ ઘણા એવા સ્મારકો છે જે રાજા મહારાજ ના સમયના છે અને આજે પણ અડીખમ ઉભેલા છે. અને આ ઘણા વર્ષો પહેલાના સમયના સ્મારકોમાં આજે રાજાનો વારસો રહે છે. તેવીજ રીતે આજે તમને ગુજરાતના એક અતિ ભવ્ય અને પ્રાચીન સ્મારકોમાં સ્થાન ધરાવતું પેલેસ વિષે જણાવીશું અને આ ભવ્ય પેલેસની અંદર તસવીરો પણ બતાવશું જે જોઈ તમે પણ મંત્રમુગ્ધ થઇ જશો. આવો તમને ગુજરાતના આ પેલેસ વિષે વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો ગુજરાત રાજ્યમાં અમદાવાદથી 210 કી.મી. અને રાજકોટથી 60 કી.મી. દૂર વાંકાનેર નગરમાં આવેલા રણજિત વિલાસ પેલેસ ઈ.સ. 1907 માં વાંકાનેર રજવાડાના રાજા અમરસિંહે બંધાવેલો હતો. આમ જો વાત કરીએ તો વાંકાનેર મહારાજા રાજસાહેબ અમરસિંહજીએ 1907માં તેમના મિત્ર જામનગરના રાજવી જામ રણજીતસિંહજીના નામે રાજમહેલ બંધાવ્યો હતો.
આમ જેનું નામ મિત્રના નામ પરથી ‘રણજીત વિલાસ પેલેસ’ રાખ્યું હતું. ગઢિયા ડુંગર પર આસપાસના વિસ્તારમાંથી દેખાય એ રીતે આ પેલેસનું બાંધકામ કર્યું હતું. તો વળી આ મહેલ બાંધતા 7 વર્ષ થયા હતા. વાંકાનેરની જ આસપાસની પથ્થરની ખાણમાંથી નીકળતાં સેન્ડસ્ટોનમાંથી બાંધકામ કરાયું હતું. જેમાં મહેલની અંદર બેલ્જિયમથી મંગાવેલા કાચ, ઇટાલિયન ઝુમર, મારબલ તથા બર્માથી ખાસ મંગાવાયેલુ લાકડું વાપર્યું છે.
આમ આ સાથે જણાવીએ તો આ મહેલમાં 200 થી વધુ હન્ટીંગ ટ્રોફિઝ છે. કુલ 180 એકરમાંથી 20 એકરમાં બાંધકામ કરાયું છે. પેલેસના કમ્પાઉન્ડમાં જ વિન્ટેજ કાર ગેરેજ છે. જે કારના કાફલામાંથી એક કાર કાર્ટીયર શોમાં અને એક કાર પેબલ લીવમાં પ્રથમ નંબરે આવી હતી. એક સદીથી પણ વધુ સમયથી આ પેલેસ મિત્રતાની સાક્ષી પૂરે છે. તેમજ . બહાર બગીચા, વાડી અને ત્રણ માળ ઉંડી વાવ છે. ‘મટરૂ કી બીજલી કા મંડોલા’ નામનાં હિંદી ચલચિત્રનાં કેટલાંક દ્રશ્યોનું શુટીંગ આ મહેલમાં થયેલું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો