રાજકોટ ના રત્ન કલાકાર એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનું કારણ 15 લાખ…

આત્મહત્યાના અનેક બનાવો સામે આવતા હોય છે, ત્યારે હાલમાં જ રાજકોટ ના રત્ન કલાકાર એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનું કારણ જાણીને આંચકો લાગશે, આ ઘટના ખરેખર ખુબ જ દુઃખદ છે, ચાલો આ ઘટના અંગે અમે આપને વધુ વિગતવાર માહિતી જણાવીએ. ગુજરાતીઃ જાગરણના અહેવાલ દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર અમે આપને આ દુઃખદ ઘટના અંગે જણાવીએ.

પાર્પ્ત થયેલ માહિતી અનુસાર રામધણીના આસમાન સીટીમાં રહેતા 45 વર્ષીય રત્ન કલાકાર હરેશભાઈ લીંબાસીયાએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યો, આ દુઃખ ઘટનાને કારણે તેમના પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે, આપઘાત કરતા પહેલા તેમને પોતાની આપવીતી સુસાઈડ નોટમાં લખેલ હતી. આ સુસાઈડ નોટ દ્વારા ચોંકાવનારી માહિતી સામે આવેલી.

પોલીસ તપાસમાં મૃતક પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં લખ્યું હતું કે, પોતે રૂા.15 લાખ બે મિત્રોને ઉછીના આપ્યા હતા. જે પૈસા તે લોકો પરત આપતા નથી અને હાલ ઘરની પરિસ્થિતિ બરાબર નથી જેથી હું આ પગલુ ભરું છું. હાલ આ સ્પુસાઇડ નોટ પોલીસે જપ્ત કરી બંન્ને રાખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.પોલીસ કાર્યવાહી:

રાજકોટ તાલુકા પોલીસ મથકના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. મૃતક અંગે માહિતી મળી છે કે,રત્નાકાર હરેશભાઈ મૂળ અમરેલીનાગામના હતા તેઓ હાલમાં તેઓ આસમાન સીટીમાં તેમના પત્ની એક પુત્ર અને એક પુત્ર સાથે રહેતા હતા. હીરા ઘસીને પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ આકસ્મિક આર્થિક ભીંસ આવતા તેમને જીવન ટૂંકાવી દીધું અને પોતાની પત્ની અને દીકરા, દીકરીને વિલાપ કરતા મૂકીને ચાલ્યા ગયા.

આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. આપઘાત એ ક્યારેય સમસ્યાનો ઉકેલ નથી. જેથી જીવનમાં એક વાત યાદ રાખવી કે જીવનમાં કોઈપણ મુશ્કેલીઓ કે સમસ્યા આવે તો કોઈ અંગત વ્યક્તિને જરૂરથી જણાવી જોઈએ. ઈશ્વરને પાર્થના કરીએ કે તેમની દિવ્ય આત્માને શાંતિ મળે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *