ગુજરાતના નાના એવા ગામ રવિરાજસિંહ DYSP બન્યા! એક વખત PI ની પરીક્ષા મા ફેલ થયા બાદ…

એક વાત તો બધા જાણેજ છે કે UPSC, અને GPSC જેવી પરિક્ષાઓ પાસ કરવી ખુબજ અઘરી છે અને તેને પાસ કરવા માટે ખુબજ મહેનત અને કઠોર સંઘર્ષ કરવો પડતો હોઈ છે હાલ ગુજરાતમાં GPSC નું પરિણામ જાહેર થયા છે તેમજ લાખો માંથી અમુક ઉમેદવારોજ આ પરિક્ષા ક્રેક કરી શક્યા છે ખુબજ મહેનત અને સંઘર્ષ થી અમુક યુવાનો આ પરિક્ષા પાસ કરીને નાયબ કલેકટર કે DySP બન્યા છે. જે યુવાનો આ પરિક્ષા પાસ કરી છે તેણે દિવસ રાત મહેનત કરી આ સફળતાનું ફળ મળ્યું છે.

એવાજ એક યુવાન રવિરાજસિંહ પરમાર GPSC પરિક્ષા પાસ કરી DySP બન્યા છે ઉપરાંત પોલીસના ટેકનીકલ ડીપાર્ટમેન્ટમાં તેમની માસ્ટરી છે. તેમજ ૪ વર્ષ પહેલા રવિરાજસિંહએ કોન્સ્ટેબલની પરિક્ષા પાસ કરી હતી અને હવે તે GPSC ની પરિક્ષા પાસ કરી ડાઈરેક્ટ DySP બની ગયા છે તેમના પરિવારને તેના પર ખુબજ ગર્વ થઇ રહ્યો છે રવિરાજસિંહએ આ પરિક્ષામાં ૧૩મો ક્રમાંકે પાસ થયા છે. તેમજ આ પદવી મેળવવી તેમના માટે આસન નો હતી તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને રાત દિવસ એક કરીને ખુબજ મહેનત કરીને અહી સુધી પહોચ્યા છે.

આમ અનોખી વાત તો એ છે કે તેમના પિતા જે મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના મુંજપર જામ ગામના વતની છે. તે પણ પોલીસ તરીકેની ફરજ નિભાવે છે અને તેમના મોટાબાપુ કનકસિંહ પણ પીઆઈ તરીકે સેવા આપી રહ્યા છે આમ પરિવારના સભ્યો પહેલેથીજ પોલીસમાં હોવાથી તેમણે પોલસ ની નોકરી પ્રત્યે પહેલેથીજ ખુબજ લગાવ હતો. અને હવે હાલ તે DySP બની ચુક્યા છે.

આમ તેઓ રોજ રાત્રે ૬ વાગ્યાથી રાતના ૧૨ વાગ્યા સુધી સતત વાંચન કરતા અને વહેલા સવારે ૬ વાગે ઉઠીને ૬ થી ૧૦.૩૦ સુધી સતત વાંચન કર્ત્તા અને ખુબજ મહેનતબાદ આજે તેની મહેનત રંગ લાવી છે અને આ વખતે જ્યારે GPSC નું પરિણામ જાહેર થયું ત્યારે તેનો ૧૩ મો ક્રમ આવ્યો હતો. તેમજ  તેમણે કહ્યું હતું કે રસ્તામાં આવતી અડચણોને હતાશામાં ન પરિણમા દેવી તેમજ હતાશાને હાવી થવા ન દેવી, અને તો જ તમે નક્કી કરેલા મુકામ સુધી પહોંચવામાં સફળ થશો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *