કચ્છ પહોંચી જાવ, ગોવાને ભૂલી જશો તેવા ત્રણ દિવસ બીચ ફેસ્ટિવલનું આયોજન!
જો વાત ગુજરાત અને ગુજરાતના લોકોની કરવામાં આવે તો તેઓ ખાણીપીણી થી લઈને હરવા ફરવાનો ખુબજ શોખ ધરાવતા હોઈ છે. તો વળી જો વાત કરવામાં આવે તો આજે અમે તમારી પ્સ્સે એક ખુબજ ફરવા લાયક અને અદ્ભુત સ્થળ લઈને આવ્યા છીએ. જે તમને ગોવા પણ ભુલાવી દેશે. આમ તો ગુજરાતના ઘણા દરિયાકિનારા ખુબજ અનોખા અને ફરવા લાયક છે પરંતુ તેમાંથી પણ એક દરિયાકિનારાની આજે તમને વાત કરીશું. તો ચાલો તમને આ સુંદર સ્થળની સફર કરાવ્યે.
જો વાત કરવામાં આવે તો હાલ હરવા ફરવાના શોખીન લોકો માટે ખુબજ સારા સમાચર સામે આવી રહ્યા છે ગુજરાતના કચ્છના માંડવી બીચ પર ચાર વર્ષ બાદ ફરી એકવખત બીચ ફેસ્ટિવલ યોજવામાં આવશે. આ વર્ષે યોજાનારા આ ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલમાં માંડવી બીચ પર પ્રવાસીઓને ગોવાનો અનુભવ મળી રહેશે. આ ફેસ્ટીવલમાં જે લોકો આવે છે તેને અહ્યની રોનક અને સુંદરતા જોઈ ગોવાનો દરીયાકીનારો પણ ભુલાઈ જતો હોઈ છે મળતી વિગત અનુસાર આગામી 13, 14 અને 15 જાન્યુઆરીના માંડવી વિન્ડફાર્મ બીચ પર ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલ યોજવામાં આવશે. આ બીચ ફેસ્ટિવલમાં ત્રણેય દિવસ સાંજે વિવિધ કલાકારો સાથે મ્યુઝિક કોન્સર્ટ યોજવામાં આવશે અને પ્રવાસીઓની સાથે સમગ્ર દરિયાઈ શહેર પણ સંગીતમય બનશે.
તેમજ આ સાથે કચ્છમાં ૧૩ જાન્યુઆરીના રોજ સફેદ રણમાં ઉતરાયણના આવી રહેલ તહેવારને લીધે આંતરાષ્ટ્રીય પતંગોત્સવ યોજવામાં આવશે. અને ત્યારથીજ આ બીચ ફેસ્તીવાલની એક જોરદ્ર શરુઆત થશે. જો આ સાથે વાત કરવામાં આવે તો રણોત્સવની સાથે જ કચ્છના માંડવીને પણ એક બીચ પર્યટન સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર અને પ્રવાસન નિગમ દ્વારા છેલ્લા લાંબા વર્ષોથી આયોજનો ઘડવામાં આવી રહ્યા છે. 2020માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રણોત્સવની સમકક્ષ માંડવીમાં પણ એક ટેન્ટ સીટી ઊભી કરવાની જાહેરાત કરી હતી.
આમ જો કે, લાંબા સમયથી પ્રવાસીઓના આ ફેસ્ટીવલની રહે હતા અને હવે તેની રાહનો અંત આવ્યો છે. તેમજ આ બીચથી ઢળતી સંઘ્યાએ દરિયાકિનારે રંગબેરંગી લાઈટો વચ્ચે સંગીતની મોજ માણતા પ્રવાસીઓ ગોવાના પ્રખ્યાત બાગા બીચ પર હોવાની અનુભૂતિ કરાવશે તે નક્કી છે. અને આ બીચની એક મુલાકાત તમને ગોવાનો બાગા બીચ ભુલાવી દેશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.