રીયલ ટાઇગર ! ભારતના આ મહાન જાસુસે પાકિસ્તાનમાં રહીને ૨૦ હજાર ભારતીય સૌનીકોના જીવ બચાવ્યા અને તેમની જાસુસી ની જયારે જાણ પાકિસ્તાની સેના ને થઈ તો….જાણો વિગતે

જાસુસ નું નામ સંભાળી ને જ જેટલું રોમાંચક લાગે છે એટલું જ એનું કામ મુશ્કિલ અને જાન લેવા પણ હોય છે. બોલીવુડની ફિલ્મોમાં જે રીતે પરદા પર જાસુસ ને બતાવવામાં આવે છે એના કરતા પણ બહુ જ સાચ્ચી  જાસૂસની કહાની આજે અમે તમને જનાવવા જઈ રહ્યા છીએ. આલિયા ભટ્ટ ની ફિલ્મ “રાઝી” માં ભારતીય જાસુસ ‘સહમત’ ની કહાની  સામે દેખાડવામાં આવી હતી. આ ફિલ્મમાં  દર્શકો ને એક જાસુસી ના ખતરો  ની માત્ર જલક દેખાડવામાં આવી હતી. દેશ માટે બધું જ દાવ પર લાવી દેનાર સહમત એકલી નહોતી , પરંતુ તેની જેવો એક હીરો હજુ હતો જે ભારત થી પાકિસ્તાન ગયો હતો. આ હીરો ને રવીન્દ્ર કૌશિક નામ થી ઓળખવામાં આવે છે.

આજે અમે તમને એક આવા જ ભારતીય જાસુસ ની કહાની જણાવવાના છીએ જે ભારત ની સેવા કરવા માટે પાકિસ્તાનમાં આર્મી મેજર બની ગયા  હતા. તે ભારતના જાસુસ તો હતો.  જે ૨૩ વર્ષ ની ઉમર માં જ પાકિસ્તાન ગયો અને પછી કયારેય પોતાના વતન પાછો આવ્યો નહિ. કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન ની ફિલ્મ ‘એક થા ટાઇગર’ માં પણ આજ પ્રેરણા આપવામાં આવ હતી.રવીન્દ્ર કૌશિક ના વિશે જનાવવામાંઆવે છે કે તેમનો જન્મ રાજસ્થાન ના શ્રીગંગાનગર માં થયો હતો. બાળપણ થી  એક્ટિંગ ના શોખીન રાજેન્દ્ર કૌશિક વર્ષ ૧૯૭૨ માં લખનોઉં માં આયોજિત એક નાટક માં ભાગ લેવા પહોચી ગયા હતા.

તે સમયે દેશમાં રો એજન્સી સ્થાપિત થઇ ગઈ હતી અને તેઓ સારા જાસૂસની તલાશમાં હતા. જે નાટકમાં રવીન્દ્ર  કૌશિક ભાગ લેવાના હતા તે જોવા માટે સેનાના અધિકારીઓ આવવાના હતા કારણક કે નાટક ની થીમ ચીન અને ભારત ના હાલતો પર આધારિત હતી. આ નાટક માં રવીન્દ્ર એક જાસુસ ની ભૂમિકા ભજવી રહ્ય  હતા. જે ચીન માં જઈ ને ફસાઈ જાય છે અને બહુ જ કષ્ટો પણ સહે છે. નાટકમાં રવીન્દ્ર ના રોલ ને જોઈ ને સેનાના થોડા અધિકારી તેનાથી બહુ જ પ્રભાવિત થાય છે તેમણે રવીન્દ્ર ને રો એજન્સી માં સામીલ થવા માટે જણાવ્યું , જેને રવીન્દ્ર ના ન કહી સક્યો. અને આરીતે રવીન્દ્ર કૌશિક ની જાસુસી ના જીવન ની શરૂઆત થઇ.

આખરે પોતાનો અભ્યાસ પૂરો કરી રવીન્દ્ર કૌશિક RAW માં જોડાયા, ત્યાર પછી તેમનું આખું જીવન જ બદલાઈ ગયું. ૨૩ વર્ષ ની ઉમરમાં ભારતીય અંડર કવર એજન્ટ બની રવીન્દ્ર કૌશિક ને  દિલ્લી ટ્રેનીગ આપવામાં આવી. રવીન્દ્ર કૌશિક ને દિલ્લી માં તેમને  એ રીતે તૈયાર કરવામાં આવ્યો કે તે એક મુસલમાન યુવક જણાય. તેમણે ઉર્દુ ભાષા શીખવામાં  આવી અને સાથે મુસ્લિમ ધર્મ ની બહુ મહત્વની બાબતો વિષે પણ જણાવવામાં આવ્યું.  1975 માં પાકિસ્તાન જનાર રવીન્દ્ર ની સાથે જોડાયેલી તમામ  દસ્તાવેજો અને જાણકારીઓ એજન્સી દ્વારા નષ્ટ  કરી નાખવામાં આવી હતી અને તેના પરિવાર અંગેની જાણકારી છુપાવી દેવામાં આવી હતી.

1975 માં તેણે નબી અહમદ શાકીર નામ સાથે પાકિસ્તાન મોકલવામાં આવ્યો. ત્યાં જતા પહેલા રવીન્દ્ર એ પોતાના પરિવાર ને અલવિદા કહ્યું અને પોતાની પૂરી ઓળખાણ મિટાવી દીધી અને નવી ઓળખાણ સાથે સરહદ પાર કરી ત્યાર પછી તે ત્યાં એક નાગરિક તરીકે રહેવા લાગવ્યો.  તેમણે કરાચી ના લો કોલેજમાં એડમીશન લીધું આ માત્ર દેખાવ નહોતો પરંતુ રવીન્દ્ર એ કોલજ માં રહી ને પોતાની એક અલગ ઓળખાણ બનાવી. સૈનિક માં સ્નાતક ની ડીગ્રી મેળવી. ત્યાં સુધી કે તે સંપૂર્ણ પણે  મુસ્લિમ સાબિત કરવા માટે તેણે સુન્નત પણ કરાવી હતી.

પોતાની ઓળખાણ  છુપાવવામાં માહિર રવીન્દ્ર કૌશિક ચતુરાઈથી પાકિસ્તાનની સેના માં ભરતી થઇ  ગયા , પોતાની આવડત ના કારણે તેમણે પાકિસ્તાન સેનામાં અધિકારી નો હોદ્દો પણ હાસિલ કર્યો . પાકિસ્તાન પ્રત્યેની પોતાની દેશ ભક્તિ સાબિત કરવા માટે તેમણે મન  લગાવી ને આર્મીની ટ્રેનીંગ લીધી, આ તમામ કરતા તે ૨૩ વર્ષ થી ૨૮ વર્ષ ની ઉમર સુધી ના થઇ ગયા હતા. અને આ દરમિયાન તેમણે અમાનત નામની એક પાકિસ્તાની છોકરી ને પ્રેમ કરી બેઠા. કહેવાય છે કે પાકિસ્તાન માં રહેતા રવીન્દ્ર એ પોતાના જીવનમાં જો સાચું કઈ કર્યું હતું તો તે તેણે સીદ્દ્ત થી પ્રેમ કર્યો હતો. પ્રેમ કરી અને તેની સાથે જ લગ્ન કરયા અને પોતાનું પરિવાર વસાવ્યું અને એક દીકરી નો  જન્મ થયો.

આ સાથે જ રવીન્દ્ર એ પાકિસ્તાની અધિકારીઓના વિશ્વાસ હાસિલ કર્યા  અને ધીમે ધીમે સિપાહી થી મેજર સુધી પહોચ્ચ્યા. ભણતર, કરિયર, અને પરિવાર ની સાથે રવીન્દ્ર ભારતના માટે જાસુસી પણ કરતો હતો. ભારતમાં રહેનાર ઘણા પકીસ્તાની જાસૂસો ની માહિતી તેમણે આપી. વર્ષ ૧૯૭૯ થી ૧૯૮૩ ની વચ્ચે તેમણે ઘણા મહત્વની જાણકારી ભારત  સુધી પહોચાડી. તેમના દ્વારા આપવામાં આવેલી માહિતી ભારત ને બહુ જ કામ આવી અને રવીન્દ્ર કૌશિક પાકિસ્તાનમાં ભારતીય જાસુસ નો મુખ્ય કેન્દ બની ગયો હતો. રવીન્દ્ર કૌશિકના કારણે જ એક વખત ૨૦ હજાર ભારતીય સૈનિકો ના જીવ બચ્યા હતા. એવા ઘણા  પ્રસંગો હતા જયારે રવીન્દ્ર કૌશિક એ ભારતને ઘણી મહત્વ ની બાબતો મોકલી હતી. અને કદાચ આજ કારણસર દેશના તત્કાલીન ગૃહમંત્રીએ રવીન્દ્ર કૌશિક ને ટાઇગર નું બિરુદ આપ્યું.

ખુદ IB ના ભૂતપૂર્વ જોઈન્ટ ડાયરેક્ટર એમ. કે.ધરે કૌશિક પર લખેલા તેમના પુસ્તક મિશન ટુ પાકિસ્તાન માં લખ્યું છે કે, રવીન્દ્ર અમારા માટે વિરાસત હતા. તે સમયે ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ કૌશિક ને ‘બ્લેક ટાઇગર’ ના નામથી બોલાવતા હતા. પાકિસ્તાની માહોલમાં સારી રીતે રહી ચકેલા રવીન્દ્ર ઉર્ફ નબી અહમદ ના રાજ વિષે આખરે બધાને જાણ ત્યારે થઇ જયારે RAW દ્વારા રવીન્દ્ર ની પાસે હજુ એક વ્યક્તિ ને મોકલ્યો જેના પછી પાકિસ્તાન ની ઇન્તેલીજંત એજન્સી એ આ બીજા જાસુસ ને પકડી લીધો અને પૂછ તાછ ના અંતે તે ને જણાવ્યું કે હું રવીન્દ્ર કૌશિક ની સાથે કામ કરવા આવ્યો છુ.

જયારે રવીન્દ્ર કૌશિક ની પાકિસ્તાની પહેચાન સામે આવી તો સેનાના તમામ  અધીકરીઓ નવાઈ  પામ્યા ,રવીન્દ્ર ને તાત્કાલિક સિયાલકોટ સેન્ટરમાં બંદી બનાવી લેવામાં આવ્યા. તેમણે પાકિસ્તાની સેના ના સિયાલકોટ સેન્ટરમાં રાખવામાં આવ્યા અને તેમની પાસેથી તમામ રાજ જાણવાની કોશીસ કરવામાં આવી. પરંતુ ટાઇગર દ્વારા તમામ જુલ્મો સહન કરી થોડી પણ માહિતી જણાવી નહોતી. ૧૯૮૫ માં તેમણે મીયાવાલા જેલમાં મોકલવામાં આવ્યા.

 ત્યાં રવીન્દ્ર ટીબી ની બીમારીનો શિકાર બન્યા જેનાથી તેમની મોત થઇ ગઈ. ભારતના બ્લેક ટાઇગર ને લગભગ પાકિસ્તાનની જેલમાં ૨ વર્ષ  સુધી બહુ જ ટોર્ચર કરવામાં આવ્યું હતું અને બહુ જ દર્દ્નીય હાલતમાં પાકિસ્તાનની જેલમાં રાખવામાં આવ્યા હતા.  ૩૦ વર્ષ સુધી દેશ ની ભક્તિ કરનાર રવીન્દ્ર ને નાતો પોતાની માતૃભુમી નસીબ માં આવી ક ન તો પોતાનો પરિવાર. રવીન્દ્ર એ દેશ ની જાસુસી કરતા બહુ જ મોટી કીમત ચૂકવી હતી , કહેવાય છે કે બોલીવુડ સ્ટાર સલમાન ખાન ની જાસુસી પર આધારિત ફિલ્મ ‘ટાઇગર’ ના જીવન થી ભારે પ્રભાવિત હોવાનું કહેવાય છે.  

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *