જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની ભુક્કા કાઢી નાંખે તેવી આગાહી, આ તારીખથી થશે ભારે વરસાદ…જાણો વિગતે

મિત્રો વરસાદને ધ્યાને લઈએ તો હાલ રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ ની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 48 કલાક કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ભારત તેમજ કચ્છની સરહદે વરસાદી સિસ્ટમ સક્રિય થશે. તેવાંમાં જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે ભારે વરસાદને લઇ કરી આ આગાહી. આવો તમને આ આગહીઓ અને બીજી વિગતો વિસ્તારમાં જણાવીએ.

આમ તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે ગત 26મી આગાહીમાં એકંદરે મેઘ વિરામ અને વરાપ રહેવાનું સૂચવાયું હતું તે મુજબ આ દિવસોમાં બહુ ઓછા વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો માત્ર 34 તાલુકામાં ઝરમર વરસાદ હતો. અને તેમાંથી માત્ર 16માં જ 10 મીમી કરતાં વધુ વરસાદ થયો હતો. તેમજ ચોમાસુ સિસ્ટમ પર નજર કરવામાં આવે તો ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો હિમાલય તરફ સરકી ગયો હતો તે ફરી પાછો આવ્યો છે અને પંજાબ સુધી પહોંચ્યો છે. ચોમાસુ ધરી ફિરોઝપુર, કુરુક્ષેત્ર, બરેલી, બહારીચથી થઇને આસામ-મેઘાલય જેવા પૂર્વોતર રાજ્યો તરફ છે. પૂર્વ છેડો પૂર્વોતર રાજ્યો બાજુ રહ્યો છે. આ સિવાય એક અપરએર સરક્યુલેશન દક્ષિણ તામીલનાડુ આસપાસના વિસ્તારોમાં દોઢ કિ.મી.ના લેવલે કેન્દ્રીત છે અને તેને સંલગ્ન ટ્રફ કર્ણાટક-મહારાષ્ટ્ર થઇને મધ્યપ્રદેશ સુધી લંબાઈ છે.

વધુમાં 1 થી 7 સપ્ટેમ્બરની આગાહી કરતાં તેઓએ જણાવ્યું હતું કે પૂર્વ સૌરાષ્ટ્ર-કચ્છ અને તેને લાગુ દક્ષિણ ભાગોમાં થોડા દિવસો છૂટાછવાયા ઝાપટા અને હળવો વરસાદ થવાની શક્યતા છે. આઈસોલેટેડ (1 થી 25 ટકા વિસ્તાર) ભાગોમાં અમુક દિવસો દરમિયાન મધ્યમ વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના ભાગોમાં બે દિવસ હળવા ઝાપટા થવાની શક્યતા છે. ઉતર ગુજરાતમાં આગાહી સમય દરમિયાન અમુક દિવસોમાં છૂટાછવાયા ઝાપટા અને હળવો વરસાદ થવાની શક્યતા છે.

આમ મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા અને હળવા વરસાદની શક્યતા છે જ્યાં આઈસોલેટેડ ભાગોમાં અમુક દિવસ મધ્યમ વરસાદ થઇ શકે છે. દક્ષિણ ગુજરાતમાં જોર વધુ રહેવાનું હોય તેમ છૂટાછવાયા ઝાપટા અને હળવો-મધ્યમ વરસાદ થવાની શક્યતા છે જ્યારે આઈસોલેટેડ વિસ્તારોમાં અમુક દિવસોમાં ભારે વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા એકાદ પખવાડિયાથી વરસાદી વિરામ જેવી હાલત બાદ હવે ફરી વખત મેઘ પધરામણી થવાની શક્યતા છે. 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન અમુક દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં અમુક દિવસોએ છુટાછવાયા ઝાપટાથી માંડીને હળવો વરસાદ થવાની.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *