પોતાના ફોટોશુટ મામલે રણબીર સિંહ પોલીસ ને આપ્યો ચોંકાવનારો જવાબ ! કીધુ કે ” મારી તસવીરો..

રણવીર સિંહ અત્યારે પોતાના ન્યૂડ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. જ્યારથી આ ફોટોશૂટની તસવીરો વાઈરલ થઈ રહી છે, તે ટ્રોર્લ્સના નિશાના પર છે. એક્ટરના ઘણા મીમ્સ પણ વાઈરલ થઈ રહ્યા છે, જેના પછી ઘણા સેલેબ્સે અભિનેતાનો સપોર્ટ કર્યો. હવે આ ફોટોશૂટના કારણે રણવીર સિંહની મુશ્કેલી વધી ગઈ છે. ન્યૂડ ફોટોશૂટના કારણે રણવીર સિંહની વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી, તેના પર ‘મહિલાઓની લાગણીઓને ઠેસ’ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

હવે હાલ રણવીર સિંહ એ ન્યૂડ ફોટોશૂટ કેસમાં ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન રેકોર્ડ કરાવ્યું હતું. રણવીર સિંહે સવારે 7 થી 9:30 સુધી પોતાનું રેકોર્ડ કરાવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રણવીર સિંહ નિવેદન દરમિયાન પોતાને નિર્દોષ ગણાવી રહ્યા હતા. રણવીરે કહ્યું હતું કે તેનો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો નહતો. સાથે એમ પણ કહ્યું હતું કે તેને ખ્યાલ નહોતો કે આ પ્રકારનું ફોટોશૂટ તેના માટે આટલી મુશ્કેલી ઊભી કરશે.

હાલ એક કેસમાં એક મોટો ખુલાસો થયો છે. ન્યૂડ ફોટોશૂટ કેસમાં બોલિવૂડ એક્ટર રણવીર સિંહે મુંબઈ પોલીસની સામે મહત્વનો ખુલાસો કરતાં તેને દાવો કર્યો છે કે જે તસવીરને લઈને હોબાળો થયો છે એ તસવીર તેને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરેલી સાત તસવીરોનો ભાગ નથી. આ તસવીર સાથે સંપૂર્ણપણે છેડછાડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફોટોશુટમાં પાડવામાં આવેલ દરેક તસવીરને પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી છે કે તેની સાથે છેડછાડ કરવામાં આવી છે કે નહીં. જો બહાર આવ્યું કે તસવીર સાથે છેડછાડ કરવામાં આવી છે, તો રણવીર સિંહને ક્લીન ચિટ મળવાની સંભાવના છે કારણ કે એફઆઈઆર એ આધાર પર નોંધવામાં આવી હતી કે ફોટોગ્રાફમાં તેના પ્રાઇવેટ પાર્ટ દેખાતા હતા.

આમ રણવીર સામે IPC ની ધારા 509, 292, 294, આઈટી એક્ટ સેકશન 67A અંદર કેસ ફાઇલ થયો હતો અને તેમની સામે FIRનોંધવામાં આવી હતી. ન્યૂડ ફોટોશૂટ કરાવવાના મામલે ભારતીય સંસ્કૃતિનો હવાલો આપતા એક NGO ચલાવનાર લલીત શ્યામે મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં રણવીર સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એમની માંગ હતી કે સોશ્યલ મીડિયા પરથી આ તસવીરો હટાવી દેવી જોઈએ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.