પોતાની પુત્રીના જન્મદિવસ નિમિતે રીવાબા જાડેજાએ કર્યું સરાહનીય કાર્ય…101 દીકરીના ખાતામાં…

ઇન્ડીયા ટીમના બેસ્ટ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને કોણ નથી જાણતું જેણે અત્યાર સુધી ઇન્ડીયા ટીમ તરફથી ઘણી મેચ માં બેસ્ટ પ્લે કર્યું છે અને ટીમ ને જીત અપાવી છે રવીન્દ્ર જાડેજા પોતે ગુજરાતના રાજકોટ જીલ્લાના વતની છે જે ગુજરાત અને ગુજરાતના લોકો નું ગૌરવ છે રવીન્દ્ર જાડેજાની પત્નીની સામાજિક સેવા સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. જાડેજાની દંપતીએ તેમની દીકરીના ૫મુ વર્ષગાંઠી નાં રોજ અનોખી રીતે ઉજવણી કરી છે. ચાલો તમને આ ઉજવણી વિષે જણાવ્યે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ બુધવારે ૮ જુને પોતાની પુત્રી નીધાન્યાનો પાંચમો જન્મદિવસ ઉજવ્યો આ દરમિયાન તેમની પત્ની રીવાબાએ આવું પ્રશંસનીય સમાજ સેવાનું કામ કર્યું, જેને જોઇને લોકોએ તેમના વખાણ કરી રહ્યા છે. જાડેજાના પત્ની રવિબાએ તેમની પુત્રીના જન્મદિવસ નિમિતે ગુજરાતના જામનગરમાં ૧૦૧ પુત્રીઓનાં સુકન્યા સમૃદ્ધી ખાતા ખોલાવ્યા અને દરેલ ખાતા માં રૂપિયા ૧૧ હજાર જમા કરાવ્યા હતા જેથી કુલ ૧૧ લાખ અને ૧૧ હજાર રકમ જમા કરવામાં આવી હતી. લોકો તેમના ખુબજ વખાણ કરી રહ્યા હતા.

તેમજ આ કાર્યક્રમ અંગેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખુબજ વાઈરલ થઇ રહી છે અને તેને લોકો ખુબજ પસંદ પણ કરી રહ્યા છે. આ દરેક સુકન્યા નાં ખાતા પોસ્ટઓફીસ માં ખોલાવવામાં આવ્યા હતા. તેમજ જાડેજા એ પણ આ સામાજિક કાર્યક્રમ ની તસવીરો તેના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી હતી. જાડેજાના પત્ની રીવાબા BJP પાર્ટીના એક સક્રિય કાર્યકર છે. તેમણે ૨૦૧૯માં ભાજપનું સભ્યપદ લીધું હતું. રીવાબા અવાર નવાર ભાજપ નાં કાર્યક્રમ જોવા મળતી હોઈ છે.

facebook.com

રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તેમણે દરેક સમાજની 101 દીકરીના નામે ખાતાં ખોલાવ્યાં છે. દીકરીનો જન્મદિવસ યાદગાર બની રહે એ માટે આ પ્રકારે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે રૂપિયા 11 હજારની રકમ સાથે 101 દીકરીનાં ખાતાં ખૂલ્યાં હોય.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.