સોનાના વિશાળ ભંડારના માલિક અને ધનવાન વ્યક્તિએ દેશને કર્યો હતો કંગાલ
જ્યારે દુનિયામાં સૌથી અમીર લોકોની વાત કરવામાં આવે તો આપણા મનમાં ટેસ્લા કંપનીના માલિક એલન મસ્ક તો કંઈ ન લાગે તેવા એક બાદશાહની વાત આપણે અહીં કરીશું. પશ્ચિમ આફ્રિકાના બાદશાહ મંસામૂસા ૧૪મી સદીના સૌથી વધુ ધનવાન વ્યક્તિ હતા. તેમણે કેટલા વર્ષો સુધી શાસન કર્યું હતું. કહેવાય છે કે મંસામૂસાની પાસે એટલી સંપત્તિ હતી કે જેનો કોઈ અંદાજ લગાવી શકાય તેમ ન હતું.
૧૨૮૦માં મંસામૂસાના મોટા ભાઈ અબુ બક્રએ ૧૩૧૨ સુધી રાજ કર્યું ત્યારે જ તેમણે લાંબી યાત્રા પર જવાનું નક્કી કર્યું અને બધુ રાજપાટ પોતાના નાના ભાઈ મંસામૂસાને સંભાળવા આપ્યું જે સૌ પ્રથમ ટિમ્બકટૂ ના રાજા બન્યા.કહેવાય છે કે દુનિયાનું અડધું સોનુ મંસામૂસાની પાસે હતું. તેવામાં દુનિયામાં સોનાની માંગ વધી તો મંસામૂસા વધુને વધુ અમીર બનવા લાગ્યા. જ્યારે તેમણે ગાદી સંભાળી તો ત્યારે સોનાના બહુ વિશાળ ભંડારના માલિક હતા.
મંસા એટલે શું? મંસા એટલે બાદશાહ. એટલે ગાદી પર બેસનારને મંસા કહેવાય છે. BBC ના એક રિપોર્ટ મુજબ મંસાની દૌલતનો અંદાજ લગાવવો શક્ય ન હતો એ સમયમાં ગિનિયા, બુર્કિના, કાસો, મળી, નાઇઝર, ચાડ, મોરીટાનિયા, સેનેગલ સહિતના દેશોની જાગીરમાં આવતા હતા.
મંસામૂસાનુ અસલી નામ મૂસા કીટા પ્રથમ હતું. પરંતુ બાદશાહ બન્યા પછી તેઓ મંસા કહેવાયા. એવું જાણવા મળ્યું છે કે તેઓ બહુ ઉમદા, ઉદારદિલ માણસ હતા. લોકો માટે તેમને બહુ દયા હતી. મીડિયાના રિપોર્ટ મુજબ મંસામૂસાની દૌલત લગભગ ૧૪,૦૦,૦૦૦ મિલિયન અમરિકી ડોલરથી પણ વધુ હતી પરંતુ આ એક અંદાજ છે.
એક રિપોર્ટ મુજબ ૧૩૨૪માં જ્યારે મંસામૂસા મક્કાની યાત્રા એ નીકળ્યા તો એમની સાથે બહુ મોટો કાફલો હતો. કહેવાય છે કે એ વખતે મૂસાની એ મક્કા યાત્રામાં ૬૦,૦૦૦ લોકો હતા જેમાંથી ૧૨૦૦૦ મૂસાની રક્ષા માટે હતા તથા ૫૦૦ લોકો રેશમી કપડાં પહેરી મૂસાના ઘોડાની આગળ ચાલી રહ્યા હતા અને તેમના હાથમાં સોનાની લાકડી હતી.
૮૦ ઊંટો હતા જેના પર લગભગ ૧૩૬ કિલો સોનુ હતું. કહેવાય છે કે આ યાત્રા દરમિયાન મૂસાને મિસ્ત્રની રાજધાની કાહિરા પરથી પસાર થતી વખતે ત્યાં રહેલા ગરીબોને સોનાનું દાન કર્યું હતું. ત્યાર પછી મિસ્ત્રમાં કંગાળી આવી હતી અને સોનાનો ભાવ ઘટી જતા ત્યારે અર્થવ્યવસ્થા બરબાદ થઇ ગઈ હતી. એટલુંજ નહિ પરંતુ પુરા દેશમાં મોંઘવારી વધી ગઈ હતી.
રિપોર્ટની વાત મુજબ મૂસા ૫૭ વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. એમના નિધન બાદ તેમના દિકરાએ ગાદી સંભાળી હતી પરંતુ તેઓ આ સામ્રાજ્ય સંભાળી ન શક્યા અને આવું સામ્રાજ્ય નાના નાના ટુકડાઓમાં વિખેરાય ગયું.