દેશભરમાં કરોડોની કમાણી કરનાર RRR ફિલ્મમાં આ અભિનેત્રીઓને ઓફર આપી હતી, હવે થતો હશે અફસોસ…
ડાયરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. ફિલ્મે પહેલા અઠવાડિયામાં 700 કરોડની કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. ફિલ્મમાં જુનિયર એનટીઆર, રામ ચરણ, આલિયા ભટ્ટ અને અજય દેવગન જેવા સ્ટાર્સે કામ કર્યું છે. જો કે આ ફિલ્મની કાસ્ટિંગ દરમિયાન ઘણી અભિનેત્રીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ એક યા બીજા કારણોસર તેઓ તેનો ભાગ બની શકી ન હતી. આવો જાણીએ તે અભિનેત્રીઓ વિશે.
ફિલ્મ ‘RRR’માં આલિયા ભટ્ટ અને ઓલિવિયા મોરિસનો કેમિયો છે. બંનેની ભૂમિકા માટે ઘણી અભિનેત્રીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ ઓફર ઠુકરાવી દીધી હતી.
‘RRR’ની ટીમે શ્રદ્ધા કપૂરને જુનિયર એનટીઆરની વિરુદ્ધ ભૂમિકાની ઓફર કરી હતી પરંતુ વ્યસ્ત શેડ્યૂલને કારણે શ્રદ્ધાએ ના પાડી દીધી હતી.
કેટરિના કૈફની બહેન ઇસાબેસ કૈફને ઓલિવિયા મોરિસની ભૂમિકા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેણે ઇનકાર કર્યો હતો. ઈન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, ઈસાબેલે ફિલ્મની સ્ક્રિપ્ટ અને વિગતોની માંગણી કરી હતી, જેના કારણે મામલો પૂરો થયો ન હતો.
ફિલ્મમાં સીતાના રોલ માટે આલિયા ભટ્ટના સ્થાને પરિણીતી ચોપરાને લેવાનું માનવામાં આવતું હતું, પરંતુ વર્ષ 2019માં પરિણીતીએ આ અહેવાલો પર કહ્યું હતું કે હું તમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે તમે લોકો રાહ જુઓ. જે જાહેર થાય છે તેના પર વિશ્વાસ કરો.
‘RRR’ના નિર્માતાઓએ એમી જેક્સનને જુનિયર એનટીઆરની સામે કાસ્ટ કરવાનું મન બનાવી લીધું હતું. તેણે એમીનો સંપર્ક પણ કર્યો, પરંતુ પાછળથી તે ગર્ભવતી હોવાથી પ્લાન પડતો મૂકવો પડ્યો.