અફવા છે કે સાચું ગર્લફ્રેન્ડ સોનાક્ષી સિન્હા માટે પોસ્ટમાં ઝહીર ઈકબાલે લખ્યું, ‘આઈ લવ યુ’…જાણો પૂરી વાત…

ફિલ્મોની ની દુનિયામાં ખુબજ નામ ક્માવનાર સોનાક્ષી સિંહા ની ઝહિર ઇકબાલ સાથેની લવ લાઈફનો  વિષય ચર્ચા નો વિષય બની ગયો છે. સોસીયલ મીડિયા માં બંનેની એક સાથે પાડેલી ખુબજ તસ્વીરો વાયરલ થતી જોવા મળે છે જેમાં બંને ખુબજ ખુશ દેખાઈ રહ્યા છે. ૩૫ વર્ષીય સોનાક્ષી સિંહા તથા ૩૪ વર્ષના ઝહિર ઇકબાલ વચ્ચે અફેર હોવાની ચર્ચા ઘણા સમય થી ચાલી રહી છે. સોનાક્ષી નો ૨ જુનના રોજ બર્થડે હતો.

તેજ દિવસે ઝહીરે તેના સોસીયલ મીડિયા પર એક્ટ્રેસને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવતો એક વિડીઓ શેર કર્યો હતો આ વિડીઓમાં બંને દેખાઈ રહ્યા છે અને સાથે ઝહિર લખે છે કે ‘હેપ્પી બર્થડે સોન્ઝ, મને ના મારવા માટે થેંક યુ. આઇ લવ યુ. આગામી સમયમાં આ જ રીતે હસતા, ખાતા તથા ખુશીઓ મનાવતા રહીશું.’ આને આવી રીતિ ઝહીરે સોનાક્ષી સાથેના સબંધો ઓફીશીયલ કર્યા હતા.

ઝાહીરની આ પોસ્ટ પર સોનાક્ષી એ પણ કોમેન્ટ કરી હતી કે’ થેંક યુ….લવ યુ….હવે હું તને મારવાની છુ…’ ઝહીરની આપોસ્ટ પર સેલેબ્સ તથા ચાહકોએ પણ કોમેન્ટ કરી હતી. તેમજ વધુ એવી માહિતી મળી રહી છે કે બંને આજ વર્ષે લગ્ન કરે તેવી શક્યતા છે જોકે પરિવાર વાળા એ આ અંગે કોઈ પણ વાત કરી નથી.

સોનાક્ષી સિંહાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે દહાડ થી ડીજીટલ ડેબ્યું કરવાની છે. આ ઉપરાંત તે ઝહિર ઇકબાલ તથા હુમા કુરેશી સાથે “ડબલ XL’ ફિલ્મ માં જોવા મળશે. આમ ઝહિર અને સોનાક્ષી એક બીજાને લાંબા સમય થી ડેટ કરી રહ્યા છે ઝહિર તથા સોનાક્ષી થોડા દિવસ પહેલા પ્રોડ્યુસર દિનેશ વિજનની બહેન પુજાના લગ્નમાં સાથે જોવા મળ્યા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *