સાબરકાંઠામાં 16 વર્ષ ની સગીરા ના પેટ માથી ડોક્ટરે એવી વસ્તુ કાઢી કે જોઈ તમારી આખો ફાટી જશે ! જુઓ શુ છે…
ઘણી વખ આપણી સાથે એવી એવી ઘટના બની જતી હોઈ છે જેની આપણને જાણ પણ હોતી નથી. તેવીજ હાલ એક ખુબજ અજીબ ઘટના લઈને તમારી પાસે આવ્યા છીએ જેમાં એક 16 વર્ષીય સગીરાના પેટમાંથી એવી વસ્તુ નીકળી આવી કે જાણીને તમને વિશ્વાસ નહિ આવે. આવા બનાવ આવર નવાર તમે ઘણી વખત જોયા હશે કારણ કે મનબુદ્ધિ વાળા વ્યક્તિઓ પોતાના શરીર સાથે શું કરી બેસે છે તે કોઈને ખબર હોતી નથી. તેવીજ રીતે આ બાળકી કઈંક એવીજ ભૂલ કરીને બેઠી છે આવો તમને વિગતે જણાવીએ.
વાત કરીએ તો આ કિસ્સો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બડોદરા ગામ માંથી સામે આવી રહ્યો છે જ્યાં રહેતી બાળકીને પેટમાં એક મહિનાથી દુઃખાવાની ફરિયાદ હતી. જેને લઈને બાળકીને તરતજ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં તપાસ કર્યા બાદ પેટમાં ગાંઠ હોવાનું બહાર આવ્યું હતુ. જે બાદ તબીબોએ સફળ ઑપરેશન કરી બાળકીના પેટમાંથી 25.10 CM અને 1.2 KGના વજનની વાળની ગાંઠ કાઢી હતી.
તેમજ મિત્રો આ અંગે સિવિલના તબીબ ડૉ. વિપુલ જાનીએ જણાવ્યું હતું કે, તલોદ તાલુકાના બડોદરા ગામની 16 વર્ષીય જ્યોત્સનાબેન ઝાલાને એક મહિનાથી પેટમાં દુઃખાવો, ઊલટી વારંવાર થવી અને બે દિવસથી કબજિયાત હતી. દર્દીની જેને લઈને સિવિલ હોસ્પિટલના તબીબે તપાસ કરી હતી અને સોનોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં આંતરડામાં ટ્રાયકોબિઝોઆર (વાળની ગાંઠ) જોવા મળી હતી. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં બાળકીનું ડૉ. પલ્લવ પટેલ, ડૉ. પ્રણવ પટેલ, ડૉ. શુભમ કોટવાલ, ડૉ. ચેતન પંચાલ, ડૉ. નીતિન ડાખરા, ડૉ. સુમિત શર્મા સહિત છ તબીબએ ઑપરેશન શરૂ કર્યું હતું.
આમ લગભગ 2 કલાકના આ ઓપરેશન ચાલુ હતું. જે બાદ તબીબોએ બાળકીના પેટમાંથી લંબાઇ 25.10 CM અને 1.2 KGના વજનની વાળની ગાંઠ કાઢી હતી. માનસિક રોગના લીધે બાળપણથી વાળ ખાવાની કુટેવને લઈને પેટમાં વાળની ગાંઠ થઇ હતી. ઑપરેશન બાદ બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. આવા બનાવ નો બાને તે માટે વાલીઓએ ખાસ કાળજી લેવી જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.