ગુજરાત ના પ્રખ્યાત અભિનેતા રસિક દવેનુ દુખદ નીધન ! કેતકી દવે સાથે હતો ખાસ સંબંધ….
Tv ઇન્ડસ્ટ્રીઝ થી બહુ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે.હાલમાં જ ‘ભાભી જી ઘર પર હે ‘ના મલખાન એટલે કે દીપેશ ભાન ના અવસાન નાં સમાચાર જોવા મળ્યા હતાં ત્યાં જ આજે આવા બીજા અભિનેતાના મૃત્યુ અંગે ના સમાચાર જોવા મળ્યા છે. જેમાં ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ‘ ની એક્ટ્રેસ કેતકી દવેના પતિ અને સાથે એક સારા અભિનેતા રસિક દવે નું અવસાન થઈ ગયું છે.
૨૯ જુલાઈ ૨૦૨૨ ના રોજ રસિક દવે એ છેલ્લા શ્વાસ લીધા હતા. તેમની ઉંમર ૬૫ વર્ષની હતી.તે છેલ્લા બે વર્ષથી ડાયાલિસિસ ની બીમારી થી પીડાતા હતા.કિડની વારંવાર ખરાબ થઈ જતી હતી. રસિક દવે લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા.અને છેલ્લા એક મહિનામાં તો બહુ જ ખરાબ સ્થિતિ થઈ ગઈ હતી.રસિકના પરિવારમાં એક પત્ની, દીકરો અને દીકરી છે.
રિપોર્ટ માં જાણવા મળ્યા મુજબ ૬૫ વર્ષના રસિક દવે ને કિડની ફેલ થઈ જવાના કારણે મૃત્યુ થયું છે. સાથે જણાવી દઇએ કે રસિક દવે ને બહુ જ લાંબા સમયથી કિડની સબંધિત સમસ્યાથી પીડાઈ રહ્યા હતા.છેલ્લા બે વર્ષથી તેઓ ડાયાલિસિસ પર હતા.અને એક મહિનાથી તેમની તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી.આથી ૨૯ જુલાઈ ૨૦૨૨ ની રાત્રે તેમણે છેલ્લા શ્વાસ લીધા અને અવસાન પામ્યા હતા.
રસિક દવે એ અનેક સિરિયલો માં કામ કર્યું છે.સાથે જ ગુજરાતી ફિલ્મો અને નાટકોમાં પણ અભિનય કર્યો છે. ત્યાંજ તેમની પત્ની કેતકી દવે ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ’ થી સિરિયલમાં અને સાથે સાથે અનેક ટીવી સિરિયલોમાં ફિલ્મોમાં કામ કર્યું છે.રસિક દવે એ પોતાના કરિયરની શરૂઆત ૧૯૮૨ માં એક ગુજરાતી ફિલ્મ “પૂત્ર વધુ ” થી કરી હતી અને
આમ હિન્દી અને ગુજરાતી બંને માં તેમને અભિનય કરી લોકોના દિલમાં જગ્યા બનાવી હતી.
કેતકી દવે અને રસિક દવે બંને એ ૨૦૦૬ માં ‘નચ બલિયે’ માં પણ ભાગ લીધો હતો. સાથે જ રસિક દવે એ ‘સંસ્કાર ધરોહર અપનો કી’ માં કરસનદાસ ધનસુખલાલ વૈષ્ણવ ની ભૂમિકા ભજવી હતી. તેમણે ટીવી ના લોકપ્રિય શો મહાભારત માં નંદ ની ભૂમિકા ભજવી હતી.જેનું પ્રસારણ ૧૯૮૦ થી કરવામાં આવ્યું હતું.આમ રસિક દવે એક ઉમદા અભિનેતા હતા અને તેમને અનેક ગુજરાતી ફિલ્મ માં કામ કરી ઓળખ ઊભી કરી હતી.
View this post on Instagram