વડોદરામાં 15 દિવસ પહેલા અકસ્માતનો ભોગ બનેલા સારવાર લઇ રહેલ PSIનું દુઃખદ અવસાન! પરિવારમાઁ શોક નો માહોલ…

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

આ અકસ્માતની ઘટનામાં ઇજા પામેલ PSI નું સારવાર દરમિયાન અકસ્માતના 15 માઁ દિવસે દુઃખદ અવસાન થયું છે. આ ઘટના વડોદરાના કરજણ નેશનલ હાઇવે-48 ઉપર માંગલેજ ચોકડી પાસે પંદર દિવસ પહેલાં બની હતી જેમાં રવિચન્દ્રભાઈ બાબુભાઈ નિનામા ગંભીર રીતે ઘાયલ થયા હતાં જે બાદ તેમને તરતજ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જેના 15 દિવસ બાદ આજે તેમનું દુઃખદ અવસાન થયું છે. જે પછી તેમના પરિવારની હાલત રડી રડીને બેહાલ થઈ ગઈ છે.

ઘટના એવી બની હતી કે વડોદરમાં સિટી પોલીસ લાઇનમાં બી-1, રૂમ નંબર-7માં રહેતા અને કરજણના નારેશ્વર આઉટપોસ્ટમાં PSI તરીકે ફરજ બજાવનાર રવિચન્દ્રભાઈ બાબુભાઈ નિનામા તા.1-8-022ના રોજ સાંજના સમયે પોતાની નોકરી પતાવીને બાઇક પર વડોદરા આવી રહ્યા હતા. ઘરે આવતા પહેલાં PSI રવિચન્દ્ર નિનામાએ વડોદરા મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા પત્ની દક્ષાબહેનને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, હાલ હું નારેશ્વર આઉટપોસ્ટમાં છું અને વડોદરા આવવા માટે નીકળી રહ્યો છું. દરમિયાન બાઇક પર વડોદરા આવી રહેલા PSI રવિચન્દ્ર નિનામાને કરજણ હાઇવે પર માંગલેજ ચોકડી પાસે પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં તેઓને ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગેની જાણ કોઇ અજાણ્યા વ્યક્તિએ PSIના ફોન ઉપરથી PSIની પત્ની ઉપર રાત્રે 8 વાગ્યાના સુમારે ફોન કરી હતી. અજાણી વ્યક્તિએ જણાવ્યું હતું કે, કોઇ પોલીસવાળાએ વાહન અથાડીને અકસ્માત કરી ભાગી ગયેલ છે. અજાણ્યા વ્યક્તિનો ફોન ઉપર મેસેજ આવતા તેઓએ નારેશ્વર આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા મહેશભાઇને ફોન કરીને ખાતરી કરી હતી અને નારેશ્વર જવા માટેની તૈયારી કરી હતી. જોકે, મહેશભાઇએ PSIના પત્નીને જણાવ્યું કે, સાહેબને વડોદરા સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

આમ PSI રવિચન્દ્ર નિનામાના મોતના સમાચાર વડોદરા શહેર-જિલ્લા પોલીસ તંત્રમાં પ્રસરી જતાં ગમગીની ફેલાઇ ગઇ હતી. આ બનાવ અંગે કરજણ પોલીસે PSIના પત્ની દક્ષાબહેન રવિચન્દ્ર નિનામાની ફરિયાદના આધારે અજાણ્યા પોલીસ જવાન વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.