તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ફેન્સ માટે દુખદ સમાચાર! બાપુજી ને શો દરમ્યાન…

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા એ ભારતીય ટેલીવિઝન પર સૌથી લાંબા ચાલનારા શોમાંથી એક છે અને તેના પાત્રોને દુનિયાભરના લોકો પસંદ કરી રહ્યા છે. અમિત ભટ્ટ ઉર્ફે ચંપક ચાચા આ શોનું એક ઘણું લોકપ્રિય પાત્ર છે. આમ જોકે હવે આ શો માં પહેલા જવો રંગ નથી જામતો તેવી પણ ફરિયાદો દર્શકો કરી રહ્યા છે. તો પણ હજી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટીવીનો સૌથી મોટો અને હિટ શો છે. શોના દરેક પાત્રને ચાહકો તરફથી અપાર પ્રેમ મળે છે. પરંતુ હવે નવા અહેવાલોએ શોના ચાહકોને પરેશાન કરી દીધા છે.


એવા અહેવાલ છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચંપક ચાચા એટલે કે અમિત ભટ્ટ સેટ પર ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ચંપક ચાચાને ઈજા થતાં ડોક્ટરોએ સંપૂર્ણ બેડ રેસ્ટ કરવાનું કહ્યું છે. હાલમાં તે આ શોનું શૂટિંગ કરી રહ્યા નથી. શોના સૂત્રોના હવાલાથી જણાવ્યા મળ્યું છે કે, અભિનેતા અમિત ભટ્ટને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક સીન માટે દોડવું પડ્યું હતું,


પરંતુ દોડતી વખતે અભિનેતાએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને પડવાના કારણે અભિનેતાને ઘણી ઈજા આવી છે તેઓ શૂટિંગ પણ નથી કરી રહ્યા. ડોક્ટરે તેને આરામ કરવાની સલાહ આપી છે. શોના નિર્માતાઓએ અમિત ભટ્ટને પણ આરામ કરવાનું કહ્યું છે. તેઓ બધા અભિનેતાની ઈજાને લઈને ચિંતિત છે અને તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. શોની ટીમના સભ્યો ઈચ્છે છે કે અમિત જલ્દીથી સાજો થાય અને તે બધાની વચ્ચે સેટ પર પાછો આવે.


તારક મહેતા શોની વાત કરીએ તો આ ટીવી સૌથી લાંબો ચાલનાર શો બની ગયો છે. શો માટે ચાહકોનો ક્રેઝ સાતમા આસમાને છે. દર્શકો દરેક પાત્રને પૂરો પ્રેમ આપે છે. આ શોમાં અમિત ભટ્ટનું ચંપક ચાચાનું પાત્ર પણ ચાહકોનું ફેવરિટ છે. શોમાં ચંપક ચાચા અને જેઠાલાલની બોન્ડિંગ દરેકને પસંદ આવી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ તાજેતરમાં 14 વર્ષની લાંબી સફર પૂર્ણ કરી છે. આ ખાસ અવસર પર સમગ્ર ટીમે કેક કાપીને ધામધૂમથી ઉજવણી કરી હતી.


નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *