તારક મહેતા સીરીયલ ના ફેન્સ માટે દુખદ સમાચાર ! આ એક્ટર ને ટ્રકે ટક્કર મારતા હાલત ગભીર…

હાલમાં ઘણી એવી સિરિયલો છે જેમાં લોકો પોતાના અભિનયથી દરેક દર્શકોના દિલો પર રાજ કરે છે.જેમાં કોમેડી, ડ્રામા, ઈમોશનલ વગેરે જેવી સિરિયલો જોવા મળે છે.જો આપણે આવી સિરિયલોની વાત કરી રહ્યા છે તો તારક મહેતા કા ઉલટા ચશ્માંને કેમ ભૂલી જવાય તારક મહેતા કા ઉલટા ચશ્મા એ આપણા ભારતની નંબર વન સિરિયલો માંથી એક છે.જેમાં ગોકુધામ સોસાયટીમાં આ સિરિયલનું શુટિંગ કરવામાં આવે છે.જેને મીની ઇન્ડિયા પણ કહેવામાં આવે જ્યાં દરેક ધર્મના લોકો સાથે મળીને રહે છે આ સીરીયલનાં આજે ખુબજ મોટા પ્રમાણમાં ચાહકો જોવા મળી રહ્યા છે જોકે હાલ તારક મહેતા સીરીયલ ના ફેન્સ માટે દુખદ સમાચાર ! આ એક્ટર ને ટ્રક એ ટક્કર મારતા હાલત ગભીર. આવો તમને વિગતે જણાવીએ.

વાત કરીએ તો ટીવી એક્ટ્રેસ હેતલ યાદવ હાલમાં ‘ઈમલી’માં શિવાની રાનાનો રોલ પ્લે કરી રહી છે તેઓએ પણ તારખ મહેતા શો નાં ઘણા એપિસોડમાં કામ કર્યું છે જેની એક્ટિંગના લોકો ખુબજ ફેન બની ચુક્યા છે. રવિવાર, ચાર ડિસેમ્બરના રોજ હેતલ યાદવનો અકસ્માત થયો હતો. હેતલ શૂટિંગ કરીને ઘરે પરત ફરી રહી હતી. તે પોતાની કાર જાતે જ ડ્રાઇવ કરતી હતી અને અકસ્માત થયો હતો. હેતલે અકસ્માત અંગે વિગતે વાત કરી હતી આવો તમને એક અહેવાલ મુજબ વિગત આપીએ.

‘ઇ ટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે, હેતલે કહ્યું હતું, ‘મેં રાત્રે 8.45 વાગે પેકઅપ કર્યું અને ફિલ્મસિટીથી ઘર તરફ જવા કારમાં નીકળી હતી. જ્યારે હું JVLR હાઇવે પર પહોંચી ત્યારે પાછળથી એક ટ્રકે મારી કારને ધક્કો માર્યો હતો. આટલું જ નહીં ટ્રકે મારી કારને ધક્કો મારીને ફ્લાય ઓવરની ધાર પર લાવી દીધી હતી. મારી કાર નીચે પડવાની જ હતી, પરંતુ મેં હિંમત રાખીને માંડ માંડ મારી કારને પડતા બચાવી હતી. ત્યારબાદ મેં મારી દીકરાને ફોન કર્યો અને પોલીસને જાણ કરવાનું કહ્યું હતું. આ અકસ્માત બાદ હું ઘણી જ ડરી ગઈ હતી.’

આમ આ સાથેજ વધુમાં હેતલે કહ્યું હતું, ‘સદનસીબે મને કોઈ જ ઈજા થઈ નહોતી અને બીજા દિવસે હું સવારે સેટ પર પણ આવી ગઈ હતી. મેં એક પણ દિવસ શૂટિંગમાંથી રજા લીધી નથી.’ તેમના જીવનની વાત કરીએ તો 19 જૂન, 1980માં મુંબઈમાં જન્મેલી હેતલ યાદવને ડાન્સ કોરિયોગ્રાફર બનવું હતું. તેણે ‘દેવો કે દેવ મહાદેવ’માં ડાન્સ કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું હતું. આ ઉપરાંત તેણે બોલિવૂડ ફિલ્મમાં પણ ડાન્સરનો રોલ પ્લે કર્યો છે. તેમજ આ સાથે 2008માં ‘બાલિકાવધૂ’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી હેતલે 10 જેટલી સિરિયલમાં કામ કર્યું છે, જેમાં ‘બારિસ્ટર બાબુ’, ‘આહટ’, ‘તૂ સૂરજ મૈં સાંજ પિયાજી’, ‘દિલ યે જિદ્દી હૈ’ સામેલ છે. હેતલે બોલિવૂડ ફિલ્મ ‘અપાર્ટમેન્ટ’, ‘સચ હુએ સપને’માં કામ કર્યું છે. આમ તેઓ ઘણા ફિલ્મો માં પણ એક સારું પાત્ર નિભાવી ચુક્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *