સાળંગપુર તો ગયા હશો પણ તેના ઇતિહાસથી હશો વંચિત!! આ દિવસે થઈ સ્થાપના અને આ સંત દ્વારા.. જાણો આવી અનેક વાતો

ગુજરાતમાં અનેક પવિત્ર તીર્થ સ્થાનો આવેલા છે, ત્યારે આજે આપણે ગુજરાતમાં આવેલ સાળંગપુર ધામના મહિમા વિશે જાણીશું કારણ કે અહીંયા બિરાજમાન કષ્ટભંજન દેવ સત્ય છે! આખું વિશ્વ તમે ભલે ફરી આવો પણ તમને સાળંગપુર જેવા હનુમાનજી ક્યાંય પણ જોવા નહીં મળે. ખરેખર શ્રદ્ધાનું બીજું ધામ છે, જ્યાં અનેક ભકતો પોતાના કષ્ટ લઈને હનુમાનજીનાં ધામેં લઈ જાય છે, ત્યારે આજે આપણે જાણીશું કષ્ટભજન દેવનો દિવ્ય અને અલૌકીક ઇતિહાસ પર એક નજર કરીશું.

Screenshot 2023 10 29 112733

એકવાર બન્યું એવું કે સ્વામિનારાયણનાં સંત શ્રી ગોપાળનંદ સ્વામી સત્સંગ-પ્રસારાર્થે વિચરણ કરતાં હતા અને તેઓ અનેક ગામોમાં જઈને હરિભક્તોને ભગવાની ભક્તિનું રસપાન કરાવ્યું છે.એકવાર સ્વામી બોટાદ ગામ આવ્યાં. સદગુરુશ્રીના દર્શનાર્થે સાળંગપુરના દરબાર વાઘા ખાચર આવ્યાં. વાઘા ખાચરે વેણ વદ્યાં સ્વામી, અમારે બે પ્રકારના કાળ પડ્યાં છે. ત્રણ વરસથી વરસાદ નથી અને બીજું, અમારા ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાના લીધે સંતો આવતા નથી, જેથી સત્સંગનો દુકાળ છે.

20240131 095401

ગોપાળનંદ સ્વામી ભક્તોની મનોવ્યથા સમજી ગયાં અને સાળંગપુર ગામના પાદરામાં એક પાળિયા પર સ્વહસ્તે હનુમાનજીની મૂર્તિ દોરી આપી.બોટાદ ગામનાં જ કાના કડિયાને બોલાવીને સુંદર, આકર્ષક અને ભાવવાહી મૂર્તિ બનાવડાવી અને તાત્કાલિકપણે નવ્ય-ભવ્ય અને રૂપકડું મંદિર બનાવવામાં આવ્યું. સવંત 1905ના આસો સદ પાંચમના દિવસે સાળંગપુર ગામમાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ એક ભવ્ય મહોત્સવમાં વેદોક્તવિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની આ મૂર્તિની સ્થાપના કરી.

FB IMG 1706673526071

આરતી સમયે સ.ગુ શ્રી ગોપાળનંદ સ્વામી એક લાકડીને પોતાની દાઢીએ ટેકવીને મૂર્તિસામે ત્રાટક વિધિ કરતા ઊભા રહ્યાં અને આ મૂર્તિમાં હનુમાનજી મહારાજને અવિર્ભાવ કરવાનો સંકલ્પ કર્યો અને સમાધિયોગમાં શ્રીજીના સંકેત દ્વારા હનુમાનજીને આ મૂર્તિમાં સદા પ્રગટ બિરાજવા આહ્વાન આપ્યું. ગુરુ ગોપાળનંદજી સ્વામીની આજ્ઞા થતાંની સાથે જ શ્રી રામદૂત હનુમાનજી આ મૂર્તિમાં તત્કાળ અવિર્ભાવ પામ્યા, તે સાથે જે આ મૂર્તિ થર થર ધ્રુજવા લાગી. સર્વસુખદાતા સ્વામીજીના આહ્વાન બાદ મૂર્તિમાં બિરાજીને મારૂતિનંદન હંસવા લાગ્યાં…

Sarangpur Hanuman 1

હનુમાજીની હસતા જોઈને સૌ કોઈ સંતગણોએ ગોપાળા નંદ સ્વામીને પ્રાર્થના કરીને હે! સ્વામી તમે હનુમાનજીને શાંત કરાવો નહીંતર આસપાસના આપણાં મોટાં મંદિરોના દેવો વચ્ચે હનુમાનજીમાં બહુ ઐશ્વર્ય હશે ત્યાં કોણ જશે અને તેમનું મહત્વ ઘટી જશે! સ્વામી મૂર્તિમાંથી દષ્ટિ પાછી ખેંચી લીધી.આજે પણ હનુમાનજી ભક્તોના દુઃખો દૂર કરે છે અને અહીંયા એ પ્રસાદી લાકડી હજી પણ હયાત છે.

0403SARANGPUR BHOJNALAY PHO d

જીવનમાં એકવાર તો કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરવાજોઈએ ભૂતપ્રેત અને શનિની પનોતી પળભરમાં હરિ લે એ કષ્ટભંજન દેવ! આજે આ ધામના વિશ્વનું સૌથી મોટું ભોજનાલય અમે હનુમાનજીની સૌથી ઊંચી પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર છે, ખરેખર આ દિવ્ય ધામ ગુજરાતનું અતિ અલૌકિક છે.

Screenshot 20230408 172355 WhatsApp 1

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *