ખંભાત ના આ પટેલ પરિવારને સો સો સલામ! 76 લાખ રૂપિયાનું દાન મનોદિવ્યાંગ બાળકો માટે…જાણો પુરી વાત
વાત કરીએ તો લોકો આજના સમયમાં પણ બીજાનું ખુબજ વિચારતા હોઈ છે બીજાની મદદ કરવામાં પાછી પાની નથી મુકતા હોતા. હાલમાં પણ એક તેવોજ કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં જનહિત ચેરીટેબલ ટ્રસ્ટ ખંભાત સંચાલીત મનોદિવ્યાંગ બાળકોની શાળાનું ભુમિપૂજન ગોકુલધામ નારના શુકદેવપ્રસાદ સ્વામી અને ધર્મનંદન સ્વામી દ્વારા કરવામાં આવ્યું. આવો તમને તેના વિશે વિગતે જણાવીએ. આમને ખાત્રી છે કે તેના વિશે જાણી તમને 100% ગમશે.
વાત કરીએ તો ખંભાત તાલુકાના નગરા ગામની ગલાણી સિમ વિસ્તારમાં મનોદિવ્યાંગ બાળકોની નિવાસી શાળા સ્વ. બુલાખીદાસ નાનાલાલ પટેલ અને સ્વ. વીજીબેન બુલાખીદાસ પટેલના પરિવારના દ્વારા મુખ્ય યજમાન તરીકે 76 લાખ રૂપિયાનું માતબર દાન આપવામાં આવ્યું છે. જે નિમિતે તા. 02/10/2022ના રોજ ગાંધીજંયતી નિમિતે જનહિત ચેરીટેબલ ટ્રસ્ટ ખંભાત સંચાલિત મનોદિવ્યાંગ શાળાનું ભુમિપુજન ગોકુલધામ નારના શુકદેવપ્રસાદ સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.
તેમજ આ ખાસ પ્રસંગે ગોકુલધામ નારના હરિક્રુષ્ણ સ્વામી, ખંભાતના કોઠારી સ્વામી ધર્મનંદનદાસ, ભુપુન્દ્ર પટેલ તારાપુર, સાવજસિંહ ગોહિલ, ખુસવંત પટેલ, નિતન કાકા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર.આર. દેસાઈ, રણજિત કાછિયા, વિનેશ પટેલ, પત્રકાર મનીષ સરકાર તથા જનહિત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યુવી મંદબુદ્ધિ સેન્ટર ખંભાતનો પ્રથમ બાળક યુવરાજ કાછિયાના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જનહિત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ રાઠોડ અને ટ્રસ્ટના સેક્રેટરી નિલેશભાઈ પરમાર દ્વારા વિધિવત પુજા કરી કરવામાં આવી અને ત્યારબાદ ખાસ મહેમાનોની ઉપસ્થિતિમાં શુકદેવપ્રસાદ સ્વામિના હસ્તે ધાર્મિક સંતોની હાજરીમાં નવિન મનોદિવ્યાંગ શાળાનુ ભુમિપુજન કરવામાં આવ્યુ.
આમ ત્યારબાદ ભારતીય પરંપરા મુજબ હાજર સંતો દ્વારા દિપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યાં બાદ મનોદિવ્યાંગ બાળકો દ્વારા સંતો અને ઉપસ્થિત મહાનુભાવોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ આ સાથે જનહિત ચેરીટેબલ ટ્રસ્ટ ખંભાના પ્રમુખ મુકેશભાઈ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું કે, કેવી રીતે 2010થી એક ડે-કેર સેન્ટરથી લઈ નિવાસી શાળા સંકુલ 2022 બનાવવા સુધી જે સંઘર્ષ કર્યો છે તેની જાણકારી આપી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ દ્વારા નામી અનામી સર્વ દાતાઓનો હ્રદયથી આભાર માન્યો હતો અને આગામી સમયમાં મનોદિવ્યાંગ બાળકો માટે બનનાર નિવાસી શાળામાં દાતાઓનો સહયોગ મળતો રહે તેવી અપીલ કરી હતી.
ઉપરાંત પ્રસંગમાં હાજર શુકદેવપ્રસાદ સ્વામિ, ગોકુલધામ નાર અને પરમપુજય ધર્મનંદનદાસ સ્વામી ખંભાત દ્વારા આશીર્વચન પાઠવી જણાવ્યુ હતુ કે જનહિત ચેરીટેબલ ટ્રસ્ટ ખંભાતના ઉત્સાહી અને મહેનતુ કાર્યકર મુકેશભાઈ રાઠોડ અને નિલેશભાઈ પરમાર તથા ટ્રસ્ટ પરિવારની અથાગ મહેનતથી મનોદિવ્યાંગ બળકો માટે એક આશીર્વાદ રૂપ એવી નિવાસી શાળાનુ ભુમિપૂજન થયુ છે. આગામી વર્ષમાં તેનુ ઉદ્ઘાટન પણ થશે અને દિવ્યાંગ બાળકોને ઉમદા-સ્માર્ટ અને શિક્ષણ સાથે ક્ષમતાવર્ધક તાલીમ, મનોરંજન અને ઈતર પ્રવૃતિમાં ખુબ પ્રોત્સાહન મળશે. આમ નવિન શાળા સંકુલ માટે આપવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ખંભાત તાલુકા અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન નિલેશભાઈ પરમાર અને આભારવિધિ જિમી પરમાર જિલ્લા બાળ સુરક્ષા એકમ આણંદ દ્વારા કરવામાં આવ્યું હતુ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.