રાજકોટ ના આ શિક્ષકને સો સો સલામ છે! ગરીબ બાળકોને છેલ્લા 7 વર્ષથી ભણાવે છે, ફક્ત એક ઉદેશ્ય છે કે……

મિત્રો જેમ તને જાણોજ છો કે એક વિદ્યાર્થીણા જીવનમાં સાચો રસ્તો અને શીખ માટે માતા પિતા ખરાજ પણ એક શિક્ષકની પણ જરૂર પડતી હોઈ છે જે શિક્ષક તેને ઘડવાનું કામ કરે છે અને એક સારુ વ્યક્તિ બનાવે છે. તેમજ આજના સમયમાઁ જોઈ શકાય છે જે લોકો ગરીબ અને બેરોજગાર છે તેવાં લોકોને આ જીવનમાં શિક્ષણની હમેશા કમી રહી જતી હોઈ છે. કારણ કે તેઓ પાસે ભણતર માટે પૈસા હોતા નથી. તેમજ આજે તમને એક ખુબજ વખાણ ને લાયક શિક્ષક વિશે જણાવીશું જે મજૂર પિતાના હોનહાર શિક્ષકપુત્ર, 7 વર્ષથી એકપણ રજા લીધી નથી! ઝૂંપડાનાં નિર્ધન બાળકોને સરસ્વતીનું દાન એ જ તેમનો જીવનમંત્ર. આવો તમને તેના વિશે વિગતે જણાવીએ.

મિત્રો આજે છે 5 સપ્ટેમ્બરણા દિવસે શિક્ષક દિનની ઉજવણી કારવામાં આવે છે. કારણ કે એ દિવસ શિક્ષક, વિદ્વાન અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તેમજ બીજા રાષ્ટ્રપતિ એવા ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ છે. ગુજરાતના જ એક એવા મૂઠી ઉંચેરા શિક્ષક ઉમેશ વાળાની, જેમનું જીવનસૂત્ર જ નિર્ધન વિદ્યાર્થીને સરસ્વતીનું દાન આપવાનું છે. ઉમેશ વાળા આ વર્ષે ગુજરાતમાંથી પસંદગી પામેલા એકમાત્ર શિક્ષક છે, જેમને દિલ્હીના દરબારમાં આજે રાષ્ટ્રપતિના હસ્તે સર્ટિફિકેટ, રૂ. 50,000નો રોકડ પુરસ્કાર અને સિલ્વર મેડલ એનાયત થશે.

તમને જણાવીએ તો નવી દિલ્હીમાં આજે શિક્ષક દિનના નેશનલ અવૉર્ડ ટીચર્સનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સન્માન કરવામાં આવશે, જેમાં આ વખતે ગુજરાતમાંથી એકમાત્ર રાજકોટની સરકારી સ્કૂલના ઇનોવેટિવ ટીચર ઉમેશ વાળાની પસંદગી થઈ છે. ઉમેશભાઈએ કોરોનાકાળમાં યુ-ટ્યૂબ ચેનલ થકી રાજ્યમાં ઘરે-ઘરે વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ અને અઘરા વિષયોનું જ્ઞાન પહોંચાડ્યું હતું. તેઓ દર અઠવાડિયે બે દિવસ બે કલાક ઝૂંપડપટ્ટીનાં બાળકોને ભણાવે છે. પોતાની જિંદગીની સફર એક નાનકડી ઝૂંપડીથી શરૂ કરનારા ઉમેશ વાળા એ સંઘર્ષના દિવસોને યાદ કરતા કહે છે, મેં હાર ન માની અને શિક્ષક બન્યો, આથી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની શી સ્થિતિ હોય એનાથી બખૂબી વાકેફ છું, આથી આવા લોકોનાં સંતાનો અભણ ન રહે એ માટે રોજ બે કલાક ફાળવી ઝૂંપડપટ્ટીમાં ભણાવવા જાઉં છું. ધો.9થી 12માં સામાજિક વિજ્ઞાન ગુજરાતી વિષય લે છે.

કોરોનાકાળમાં યુ ટ્યુબ ચેનલ બનાવી છાત્રોને ભણાવ્યા સામાજિક વિજ્ઞાન ગુજરાતીના ચેપ્ટરના વીડિયો બનાવ્યા આ તમામ વીડિયો પોતાની યુ-ટ્યુબ ચેનલમાં મૂક્યા જેનો ગુજરાતભરના વિદ્યાર્થીઓએ લાભ લીધો ને શીખ્યા હજી પણ યુ-ટ્યુબ ચેનલ વડે શિક્ષણનું કાર્ય ચાલુ જ છે. આમ ઘણીવખત બાળકોની સંખ્યા વધી પણ જાય, પણ કોવિડના બે વર્ષમાં એક પણ બાળક ન મળે ત્યારે ઉદાસી પણ લાગે. કારણ કે સ્કૂલમાં બાળકો સાથે જોડાઈ શકીએ છીએ પણ ઓનલાઈન અભ્યાસમાં બાળકો સાથે રૂબરૂ મળવું શક્ય બનતું નથી. બાળક હોય તો ભણાવવાનો ઉત્સાહ પણ વધી જાય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.