સલામ છે આ કાકાને! ૨૦ લાખના અંગત ખર્ચે પક્ષીઓ માટે બનાવ્યો આ વિશાળ ચબુતરો…જુઓ આ ચબુતરાની તસવીર અને વિડીયો
હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો દેશમાં ઘણા બધા એવા લોકો છે જે પોતાના સ્વાર્થ નથી વિચારતા હોતા, એવામાં આવી જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં આ કાકાએ સરાહનીય કાર્ય કર્યું છે. જણાવી દઈએ કે આ કાકાએ લગભગ ૨૦ લાખના અંગત ખર્ચે પક્ષીઓ સુરક્ષિત રહી શકે તેવો વિશાળકાય ચબુતરો બનાવ્યો છે.
કાકાની આવી પ્રવૃત્તિને લઇને લોકો પણ તેઓના વખાણ કરતા નથી થાકી રહ્યા. આ કિસ્સો જેતપુરના સાંકળી ગામનો છે જ્યાં ભગવાનજીભાઈ રૂપાપરાએ એક વિશાળકાય ચબુતરો બનાવ્યો છે જેમાં વરસાદ હોય કે ગરમી તેમ દસ હજારથી વધારે પક્ષીઓ રહી શકે છે. પક્ષીઓનું ભલું વિચારતા ભગવાનજીભાઈએ આવો ઉત્તમ વિચાર કર્યો હતો જે તેઓના સંતાનો અને પરિવારજનોની મદદથી સફળ થયું છે.
જણાવી દઈએ કે ભગવાનજીભાઈએ પોતાની આવડત અને કોઠાસૂઝથઈ ૨૫૦૦ માટલાનો ૧૪૦ લાંબો, ૭૦ ફૂટ પહોળો અને ૪૦ ફૂટ લાંબો શિવલિંગ આકારનો એક વિશાળ ચબુતરો બનાવ્યો હતો. તેઓએ આ ચબુતરા માટે ખાસ પ્રકારના માટલા વાંકાનેરથી બે પ્રકારના નાના-મોટા માટલાઓ મંગાવ્યા હતા, જેનો ખર્ચ ૨૦ લાખ જેટલો થયો હતો.
ભગવાનજીભાઈએ ગ્રામપંચાયત દ્વારા ફાળવામાં આવેલી જમીનનો ખુબ જ કોઠાસૂઝ ઉપયોગ કર્યો હતો. જણાવી દઈએ કે આ ચબુતરામાં ગેલ્વેનાઇઝ પાઈપથી બાઉન્ડ્રી બનાવામાં આવી છે, એટલું જ નહી જો ચોમાસા દરમિયાન વીજળી પડે તો પણ કઈ અસર ન થાય તેવી વીજળી તારો બનાવમાં આવી છે જેથી પક્ષીઓ સુરક્ષિત રીતે રહી શકે.
એક વર્ષની મેહનત બાદ આવો ચબુતરો બનાવામાં ભગવાનજીભાઈ સફળ રહ્યા હતા, તેઓની આવો ચબુતરો બનાવામાં મિત્રો અને પરિવારજનોનો ખાસ સપોર્ટ રહ્યો હતો. આ ચબુતરાની શિવલિંગ આધારે બનાવામાં આવ્યું છે કે હવે તેમાં શિવની સ્થાપના કરવામાં આવશે અને આ મંદિર ફક્ત પક્ષીઓ પુરતું જ સીમિત રેહશે. ભગવાનજીભાઈએ પક્ષીઓ માટે ખોરાક માટેના અનેક કુંડા પણ બનાવ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો