સલામ છે આ વીરાંગનાને ! શાહિદના ઘરે દીકરીનો જન્મ થતાં આખા ગામમાં ઉત્સવ મનાવવામાં આવ્યો અને શહીદની પત્નીએ…..

રાજસ્થાનના સીકર જીલ્લામાં રહેતા ITBP ના જવાન સુભાષચંદ્ર બેરવાલ ની પત્ની એ એક દીકરીને જન્મ આપ્યો છે. અને આ ખબર ની સાથે ઘરમાં અને ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ વીરાંગના માતાએ બાળકીને મોટી કરીને એક આર્મી ઓફિસર બનાવસે એમ જણાવ્યુ હતું. બે મહીંના પહેલા શ્રીનગરમાં શહિદ થયેલા રાજસ્થાનના સીકર જિલ્લાના રહેવાસી આઇટીબીપી જવાન સુભાષચંદ્ર બેરવાલ ની પત્ની એ મંગળવારના રોજ એક દીકરીને જન્મ આપ્યો છે. શહીદની પત્ની સરલા બેરવાલ એ પોતાના પિયર ફતેહપુર માં નજીકના એક હોસ્પીટલમાં આ નાની બાળકીને જન્મ આપ્યો હતો.

જેને જોતાં જ માતાની આંખો માથી આંસુ સારી પડયા હતા. પરંતુ આ વીરાંગના માતાએ પણ હીમત રાખીને પોતાની દીકરીને દેશની સેવા કરવા માટે સમર્પ્રીત કરવાનો સંકલ્પ લીધો હતો. તેને જણાવ્યુ હતું કે તેને તેના પતિનો અંશ મળ્યો છે.જેમ પતિએ દેશની સેવા કરી છે તેમ જ દીકરીને પણ દેશની સેવામાં લગાડીશ. દીકરીને ભણાવીને આર્મીમાં મોટી ઓફિસર બનાવીશ. આમ શહિદના ઘરે લક્ષ્મીનું આગમન થવાથી આખા ગામમાં ખુશીઓ જોવા મળી હતી.

દિવાળીના તહેવાર પર શહિદના ઘરે દીકરી જન્મતા પરિવારે તેને લક્ષ્મીનું રૂપ માન્યુ છે.  શહીદ સુભાષચંદ્ર બેરવાલના પિતા કાલુરમ અને માતા શાંતીદેવી ને પણ જ્યારે ઘરમાં લક્ષ્મી આવી છે તે જાણકારી મળતા તેઓ જુમિ ઉઠ્યા હતા. તેમણે કહ્યું કે દીકરો ગ્યો ત્યાં એક દીકરી મળી ગઈ. આ શહિદના ઘરે દીકરીના  જન્મનો જશ્ન શાહપુર ની સરહદ સુધી મનાવવામાં આવ્યો હતો. વીરાંગના ના ભાઈ મામરાજ એ જણાવ્યુ હતું કે વીરાંગના ના દીકરીને જન્મ આપતા જ શહીદ સુભાષચંદ્ર ના સરહદ પરના મિત્રો એ ફોન દ્વારા અભિનંદન આપ્યા હતા. અને સરહદ પર ખુશીઓ માનવી હતી.

તમને જણાવી દઈએ કે સિકારના ધોદ કસ્બાના શાહપુર ગામના નિવાસી આઇટીબીપી ના જવાન સુભાષચંદ્ર બે મહિના પહેલા જ  16 ઓગસ્ટના રોજ શ્રીનગરમાં શહીદ થયા હતા. અમરનાથની યાત્રા કરી બસમાં પરત આવતી વખતે જમ્મુ કશ્મીરના શ્રીનગર માં ચંદનવાડી અને પહલગાવ વચ્ચે બ્રેક ફાઇલ થઈ જવાથી બસ બેકાબૂ બનીને ખાઈમાં પડી ગઈ હતી. જેમાં સુભાષચંદ્ર સહિત તેના 7 સાથી પણ મૃત્યુ પામ્યા હતા. અને શહીદ થયા હતા.

જેમાં સુભાષચંદ્ર ને 18 ઓગસ્ટ એ પોતાના ગામ શાહપુરા માં રાજકીય અને સૈન્ય સન્માન આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તે સમયે સુભાષચંદ્ર 28 વર્ષના અને પત્નીને સાત મહિનાનો ગર્ભ હતો. આ તે જ આર્મી જવાન છે કે જેની અંતિમ વિદાયના સમયે શહીદ પતિની મૂછો પર તાવ આપીને સલામી દેતા હોય તેની તસ્વીરો બહુ જ મોટા પ્રમાણમા વાઇરલ થઈ હતી જે જોઈ અનેક લોકો ભાવવિભોર બની ગયા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *