સલામ છે આ મહિલાને ! જે એક સાથે બે જવાબદારી અદા કરી રહી છે.તે શિક્ષક બની વિદ્યાર્થીને ભણાવી રહી છે અને સાથે માતા બનીને ….જુવો વીડિયો

કોઈ પણ માટે પોતાના બાળકને દુઃખી જોઈ સકતી નથી. દરેક માતાને પોતાના બાળકો જીવથી પણ વહાલા હોય છે.જો બાળકો પર કોઈ મુસીબત આવી જાય તો માટે તે મુસીબત પોતાના માથે લઈને બાળકની રક્ષણ કરતી જોવા મળે છે.માં શબ્દમાં આખી દુનિયા સમાયેલી જોવા મળે છે. માતા પોતાની દરેક જવાબદારી બખૂબી નિભાવતી હોય છે.હાલમાં જમાનામાં ઘણા લોકો એવું માનતા હોય છે કે એક મહિલા માતા બન્યા પછી કમજોર બની જાય છે.અને કોઈ સપના જોઈ સકતી નથી.અને મહિલાઓ માટે તેના બાળકો અને પરિવાર જ સર્વસ્વ હોય છે એવું માનતા હોય છે.

માતા અંગે જેટલા વખાણ કરવામાં આવે તેમાં શબ્દો ઓછા પડી જાય છે. એમાં પણ જો કોઈ મહિલા શિક્ષક હોય તો તેના બાળકનું જીવન જ કઈક અલગ જોવા મળે છે.તે માતા બાળકને અનેક સંસ્કારોથી ભરપુર બનાવી દેતી હોય છે.હાલમાં સોશીયલ મિડીયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.જેમાં એક મહિલા એકસાથે બે કિરદાર નિભાવતી જોવા મળે છે જેમાં મહિલા માતાનું કર્તવ્ય પણ નિભાવે છે અને એક શિક્ષક અંગેની ડ્યુટી પણ કરતી જોવા મળે છે.

આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક મહિલા અને બાળક જોવા મળે છે જેમાં મહિલાના હાથમાં બાળક છે જે મહિલા કોઈ શિક્ષક હોવાનું જાણવા મળે છે.જે બાળકોને ભણાવી રહી છે.મહિલા એક હાથથી બાળકને પકડ્યું છે અને બીજા હાથથી બ્લેકબોર્ડ માં લખી બાળકોને ભણાવી રહી છે. આમ એક માતા પોતાના નાના બાળકની સાથે શિક્ષકની ફરજ બજાવતી જોવા મળી રહી છે.. મહિલાનો આ વીડિયો બાળક પ્રત્યે ના સમર્પણ માં ભાવને જોઈ શકાય છે.આ મહિલા માતા અને શિક્ષકની ભૂમિકા સાથે નિભાવતી જોવા મળે છે.

તમને જણાવી દઇએ કે એક માતા અને શિક્ષક એવા હોય કે કે જેમના કામની ગણતરી કરી શકાતી નથી.અને સાથે કોઈ દિવસ તેમની આ કામની કિંમત ચૂકવી શકાતી નથી.જે રીતે માટે બનવું એક મોટી જવાબદારી છે એવી જ રીતે એક શિક્ષક પાસે પણ અનેકો જવાબદારી જોવા મલતી હોય છે જેનાથી આવનાર ભવિષ્યનો વિકાસ કરવાનો આધાર હોય છે.આ વીડિયોમાં આવું જ કઈક જોવા મળી રહ્યું છે જેમાં મહિલાએક સાથે બે જવાબદારી બખૂબી નિભાવતી જોવા મળે છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે માતા બાળકને લઈને ક્લાસમાં ભણાવી રહી છે.બાળક પોતાની માતાને શાંતિથી ભણાવતો જોઈ રહ્યો છે અને દરેક વિદ્યાર્થીઓ ધ્યાનથી શિક્ષકને સાંભળી રહ્યા છે.આ શિક્ષક વિદ્યાર્થીઓ ને પુસ્તકના જ્ઞાન ની સાથે જીવનના પાઠ પણ સિખડાવતી જોવા મળે છે.આ વીડિયોને સોશિયલ મીડિયા ના ટ્વીટર પર @ankita P11821586 નામના એકાઉન્ટ પર થી શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોને શેર કરતા લખ્યું છે કે સફરની મુશ્કેલીઓ ,મંઝિલની ખૂબસૂરતી દર્શાવી રહી હોય છે.જ્યારે એક યુઝર્સ લખ્યું છે કે આ વિડિયોને જોઈને ખુશ છું.જ્યારે તમે આ ક્લાસમાં ભણાવી રહ્યા હતા.એક વિદ્યાર્થી બની ભણી રહ્યો હતો.અને તેમાં હું પણ સામેલ હતો .એક અન્ય યુઝર્સ એ લખ્યું કે દિલ તો બહુ બધું કહી રહ્યું છે.પરંતુ લખવા માટે કોઈ શબ્દ મળતા નથી. માં તુજે સલામ.

વધુ એક યુઝર્સ એ લખ્યું હતું કે બહુંજ સરસ સફર ની મુસીબતોને દૂર કરી આગળ વધતા જતા જ વ્યક્તિ સફળ બની સકે છે. એક વધુ અન્ય યુઝર્સ લખ્યું હતું કે સરળ નથી બાળકને હાથમાં લઈને કામ કરતા રહેવું. પરંતુ અને માતાઓ દરેક પરિસ્થિતી માટે તૈયાર હોઈએ છીએ.આમ આ વીડિયો શેર અનેક પ્રતિક્રિયા લોકો આપી રહ્યા છે.સાથે જ આ વીડિયો જોઈ લોકો પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે અને માતાની પ્રશંસા કરી રહ્યા છે.આ વીડિયો હાલમાં બહુ જ મોટા પ્રમાણમાં લોકો જોઈ રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *