ગુજરાત ના આ ખેડુત નો આઇડિયા જોઈ સલામ કરશો! ચોંમાસા ના પાણી થી કરે છે આખું વર્ષ ખેતી

દરેક ખેડૂતો માટે ખેતી નો આધાર પાણી ગણાય અને જો પાણી મળી રહે તો પાક સારો થાય છે અને ખેડૂતો પોતાની સારી કમાણી કરી શકે છે અને ઘર સંસાર સારી રીતે ચલાવી શકે છે. દરેક ખેડૂતો માટે પાણી કેટલું જરૂરી છે તે ઉનાળામાં જ ખબર પડે છે.જ્યારે તાપના કારણે ખેતરો સુકાઈ જાય છે અને ખેતીમાં પાણીનું એક ટીપુ મળવું પણ મુશ્કિલ થઈ જાય છે. આથી હવે ઘણા ખેડૂતો વરસાદી પાણીનો સંગ્રહ કરતા જોવા મળ્યા છે.

જે તમને બાકીના સમયમાં એટલેકે પાણીની અછત સર્જાઈ ત્યારે કામ આવી સકે છે. ગુજરાતના એક ખેડૂતે પોતાની સૂઝબૂઝ ના કારણે જમીનમાં વરસાદી પાણીને ઉતારવાની એક પદ્ધતિ પોતાના ખેતરમાં અપનાવી છે.આ પદ્ધતિ દ્વારા તેઓ હજારો લીટર પાણીનો પ્રવાહ કરી શકે છે.અને આજ પાણીની મદદથી તેઓ આખા વર્ષ ખેતીમાં વાવણી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.આ પદ્ધતિને ખેતીની ભાષામાં હોલિયું પદ્ધતિ તરીકે ઓળખાય છે.

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના શેર ગામના ભાઈલાલભાઈ ઉકાભાઇ પટેલએ પોતાની કોઠાસૂઝ ને કારણે પાણી ને જમીનની અંદર ઉતારવાની પદ્ધતિ પોતાના ખેતરમાં અપનાવી છે.આ પદ્ધતિ થી તેઓ હજારો લીટર પાણીનો સંગ્રહ કરી રહ્યા છે.અને આ પદ્ધતિનો ઉપયોગ ૨૦૧૬ થી કરવામાં આવ્યો હતો અને આજ દિન સુધીમાં આ પદ્ધતિ દ્વારા ચણા , એરંડા, કપાસ જેવા પાકને ખેતરોમાં વાવી ચૂક્યા છે.

આ પદ્ધતિ અંગે ખેડૂત ભાઈલાલભાઈ જણાવે છે કે એક ખેડૂત હંમેશા પાણીના કારણે ખેતી પર નિર્ભય હોય છે.ક્યારેક સારા વરસાદને કારણે સારો પાક લઈ શકાય છે અને વરસાદ સારો ના પડે તો અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આપણે જોયું હસે કે વરસાદી પાણી ખેતરોમાંથી વહી જતું હોય છે અને મોટાભાગનું પાણી વેડફાઇ જતું હોય છે.આ જ વેડફાઇ જતા પાણીનો ઉપયોગ ખેતીમાં કરવામાં આવ્યો છે.

મે ૨૦૧૬ માં માત્ર ૫૦૦૦ રૂપિયાના ખર્ચે આ પદ્ધતિનો ઉપયોગ શરૂ કર્યો હતો. આ પદ્ધતિ અપનાવવા માટે મે મારા ૧૦ વીઘા ખેતરમાં સૌથી નીચો ભાગ એટલે પાણી ત્યાં ભરાઈ રહે એવો ભાગ શોધ્યો.ખેતરના આ ભાગમાં મે ૫૫ ફૂટ જેટલો ઊંડો બોર પાડ્યો. અને તેમાં ૫૫ ફૂટની પાઇપ ઉતારી છે આના કારણે મારા ખેતરનું પાણી ખેતરની જમીનની અંદર જ નીચે ઉતરી ગયું.આજે આ પદ્ધતિનો મને એટલો મોટો ફાયદો મળી રહ્યો છે કે વરસાદી પાણી સીધે સીધું આ પાઇપ મારફતે જમીનમાં નીચે ઉતરી જાય છે.અને હજારો લીટર પાણીનો સંગ્રહ ખેતરમાં જ થઈ જાય છે.

શું છે હોલીયું પદ્ધતિ ચાલો જાણીએ તેના વિશે: જમીનની અંદર કુત્રિમ કોતર ઊભી કરવામાં આવે છે. ત્યારબાદ એક પાઇપ ને આ કોતરમાં મૂકવામાં આવે છે. જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે.અને આ વરસાદી પાણી સંગ્રહ નો આપને બારેમાસ જરૂરિયાતના સમયે ઉપયોગ કરી શકાય છે.

આ પદ્ધતિના અનેક પ્રકારના ફાયદા પણ થાય છે.આ પદ્ધતિના ફાયદાઓ વિશે ભાઈલાલભાઈ જણાવે છે કે આ પદ્ધતિના આધારે પાણી સીધું ખેતરની જમીનની અંદર ઉતરી જાય છે જેમાં કારણે મારી ૧૦ વીઘા જમીન માં ભેજ જળવાઈ રહે છે.આજે મારે ખેતી માટે પાણી શોધવા ક્યાંય જવું પડતું નથી. મે આ પાઇપના હોલની બાજુમાં મોટર મૂકી દીધી છે.તેનાથી જે પાણીનો સંગ્રહ જમીનમાં થયો છે.

તે જ પાણીને જમીનમાંથી ખેંચીને ખેતરના વાવણી સમયે અને ખેતરના પાકને પાણી પાવા માટે ઉપયોગ કરવામાં આવે છે.આ પદ્ધતિના ઉપયોગથી આ ખેડૂતે ૨૦૧૬ થી અત્યાર સુધીમાં ચણા, એરંડા, કપાસ જેવા પાકની ખેતી કરી ચૂક્યા છે.સાથે જ આ વર્ષે ૨૦૨૨ માં ૯૦ મણ ચણાનો પાક પણ આ પદ્ધતિ દ્વારા જ કર્યો છે.આજે આ પદ્ધતિ આસપાસના અનેક ખેડૂતોએ અપનાવી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.