સલામ એ આર્મી જવાનો ને જેણે ટુક સમયમાં નાના બાળકને ઊંડા બોરમાંથી સલામતી પૂર્વક બહાર કાઢી નવ જીવન આપ્યું હતું ચાલો વધુ વિગતો જાણીએ

હાલમાં ઘણા નાના મોટા કિસ્સા જોવા મળતા હોય છે એમાં પણ બાળકોને લગતા વધુ પ્રમાણમાં જોવા મળે છે નાના બાળકો રમત રમતમાં પોતાને નુકશાન પહોચાડતા હોય છે.જેનાથી માતા પિતા ને ખુબ દુઃખ ભોગવવું પડે છે આવો જ એક કિસ્સો આજે ધાંગધ્રા જીલ્લાનો સામે આવ્યો છે જેમાં બાળક રમતા રમતા બોરમાંપડી જાય છે જેને સહી સલામત રીતે આર્મીની ટીમ બચાવી લે છે.

સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલી વાડીના બોરમાં સાડા બે થી અઢી વર્ષનું બાળક પડી ગયું હતું. બાળક બોરમાં પડ્યા બાદ અંદાજે સડા ત્રણ કલાક બાદ ધાંગધ્રા આર્મી જવાનોની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઠવામાં આવ્યું હતું. જેના કારણે બાળકના માતા પિતા સહીત તંત્ર એ પણ રાહતનો શ્વાસ લીધો હતો .

સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલી વાડીમાં મંગળવારે સાંજના સાત વાગ્યાની આસપાસ બે થી અઢી વર્ષનો શિવમ રમતા રમતા ૩૦૦ ફૂટથી વધુ ઊંડા બોરમાં પડી ગયો હતો.

મંગળવારે સાંજના સમયે તેના માતા રસોઈ બનાવી રહ્યા હતા અને પિતા ખેતરમાં મજુરી કરી રહ્યા હતા આ દરમિયાન બાળક રમતા રમતા ખુલ્લા બોર નજીક આવતા સૌ પ્રથમ તેની માતા દોડી આવી હતી અને શિવમના પિતાને બોલાવી શિવમ ને બચાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા.

શિવમ અંદાજે ૨૦ ફૂટ જેટલે નીચે બોરમાં ફસાઈ ગયો હોય જેના કારણે માતાપિતા બચાવવાના પ્રયાસો નિષ્ફળ ગયા હતા .જેથી વાડી માલિક અને ગામ લોકોને જાણ કરતા સ્થાનિકોએ ઘટનાની જાણ તંત્રને કરી હતી જેના કારણે તાત્કાલિક ફાયરબ્રિગેડ ,ધાંગધ્રાના અધિકારી, મલતદાર,પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. આ સાથે તંત્ર દ્વારા અમદાવાદ NDRF ની ટીમને જાણ કરવામાં આવી હતી.

આ સાથે તંત્ર દ્વારા ધાંગધ્રા આર્મીની મદદ લેવામાં આવી હતી. ઘટના સ્થળે ધાંગધ્રા આર્મીની ટીમ આવીને ટુક સમયમાં લગભગ ૪૦ મીનીટમાં આ બાળકને બચાવીને બહાર જીવિત કાઠવામાં સફળતા મળી હતી.

ત્યારબાદ વધુ સારવાર માટે ધાંગધ્રા સરકારી હોસ્પીટલમાં લાવવામાં આવ્યો હતો ,ત્યાં તેણે પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હતો.બાળક શિવમ અંદાજે ૭ વાગ્યા આસપાસ બોરમાં પડી ગયો હતો અને લગભગ ૧૦:૩૦ વાગ્યા સુઘી આર્મીના જવાનો એ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરી બાળકને બચાવી લેતા દેદાપુર ગામ સહીત સમગ્ર પંથકના લોકોએ આર્મીના જવાનોની કામગીરીને બિરદાવી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.