આ યુવતીની હિંમતને સલામ! રોજ જીવને જોખમમાં નાખી મૌતના કુવામાં ચલાવે છે બાઈક…જુઓ

મિત્રો તમે જીવનમાં એક ને એક વર મેળામાં તો જરૂર ગ્યાજ હશો અને ખુબજ આંનદ કર્યો હશે. તેમજ મેળામાં તમે ઘણી બધી રાઇડ્સમાઁ પણ બેસ્યા હશો અને તેની મોજ માણી હશે. તેમજ વાત કરીએ તો મેળામાઁ હજી એક કરતબ કરતો મોત નો કૂવો કે જેમાં કરતબ કરનાર પોતાની બાઈક અને કાર ને કુવામાં ગોળ ગોળ ફેરવીને પોતાનો જીવ જોખમમાઁ નાખીને કરતબ દેખાડીને લોકોનું મનોરંજન કરતો હોઈ છે. પણ શું તમે કોઈ ડીબ્સ જોયું છે કે મોત ના કુવામાં મહિલા પણ કરતબ દેખાડે છે હાં તો વાંચો આગળ આજે અમે તમને એક તેવાજ મહિલા વિશે વાત કરીશું

વાત કરીએ તો સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો એટલે રાજકોટનો લોકમેળો . આ લોકમેળાનું નામ આઝાદીનો અમૃત લોકમેળો રાખવામાં આવ્યું છે. આ લોકમેળામાં સૌથી આકર્ષણનું કેન્દ્ર મોતનો કૂવો બન્યો છે. જેમાં યુવતી છુટા હાથે બુલેટ ચલાવે ત્યારે લોકોના શ્વાસ પણ બે ઘડી થંભી જાય છે. જયારે તે સ્ટન્ટ કરે છે ત્યારે લોકો તેને શાબાશી આપે છે.

તેમજ આ સાથે મોતના કૂવાના સંચાલક સુરેશભાઈએ જણાવ્યું હતું કે, અમે 25 વર્ષથી મોતનો કૂવો ચલાવીએ છીએ. જેમાં છુટા હાથે બાઈક ચલાવી અમારા લોકો લોકોને મનોરંજન પૂરું પાડે છે. અમારા લોકો મોતને મુઠ્ઠીમાં રાખી લોકોને આનંદ આપે છે. અમારા મોતના કુવામાં બે બાઈક અને બે મારુતિ કાર ચલાવવામાં આવે છે. અને ચારેયના ચલાકો છુટા હાથે વાહનો ચલાવે છે. કોઈ હાથ બતાવે, કોઈ સલામ કરે એવા સ્ટન્ટ બતાવે છે.

આમ સુરેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, મેળામાં કોઈ પણ વ્યક્તિ આવે એ મોતનો કૂવો જોઈને ખુશ થઈ જાય છે. અમે લેડીસ પણ રાખી છે જે બાઈક પણ ચલાવે છે. મોતના કુવામાં ત્રણ મહિના ટ્રેનિંગ લીધા બાદ જ બાઈક ચાલવવા માટે મંજૂરી આપીએ છીએ. હજી સુધી કોઈ આકસ્મિક બનાવ બન્યો નથી. કારણ કે અમે એને ટ્રેનિંગ આપ્યા બાદ જ મોતના કુવામાં બાઈક અને કાર ચલાવવા દઈએ છીએ. આ માટે મેળા પહેલા તે લોકોની ટ્રેનિંગ ચાલુ થઈ જાય છે.

તેમજ આ ઉપરાંત મોતના કુવામાં બુલેટ ચલાવતા મલ્હારસિંગે જણાવ્યું હતું કે, હું માધ્યપ્રદેશનો રહેવાસી છું અને 20-22 વર્ષથી મોતના કુવામાં બાઈક ચલાવું છું. મને બાળપણથી મોતના કુવામાં બાઈક ચાલવાની તમન્ના હતી. પહેલી વખત મે મોતનો કૂવો જબલપુરમાં જોયો હતો. બાદમાં મોટા મોતના કુવામાં ટ્રેનિંગ લીધી હતી. હું બુલેટ ચલાવું છું, જેમાં બુલેટ પર ઉભા થવું, સાઈડમાં થઈ જવુ જેવા સ્ટન્ટ કરું છું. ઘણી વખત પડી પણ જઈએ છીએ. પણ આજ દિન સુધી મોતી ઇજા પહોંચી નથી. મોતના કૂવામાં બુલેટ ચલાવતી યુવતી પાયલે જણાવ્યું હતું કે, હું 18 વર્ષની હતી ત્યારથી મોતના કુવામાં બુલેટ ચલાવું છું. મે પહેલા નીચે બુલેટ ચાલવાની ટ્રેનિંગ લીધી હતી. બાદમાં ધીમે ધીમે મોતના કુવામાં થોડા થોડા અંતરે બુલેટ ચડાવાનું શરુ કર્યું હતું. ભગવાનની કૃપા છે કે હું મોતના કુવામાં બુલેટ ચલાવી શકું છું. હજુ સુધી પડી નથી પણ પડીએ તો પાછા ઉભા થઈ બુલેટ ચાલવાનું, ક્યારેય હિમ્મત નહિ હારવાની. સ્ટન્ટ કરું ત્યારે લોકો શાબાશી આપે છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.