ગુજરાતના આ ગામના સરપંચને સલામ! ગામે ગામે ભટકીને આપે છે અંગદાન કરવાની સલાહ…

મિત્રો જેમ તમે જાણોજ છો કે જરૂરિયાતમંદ લોકો ને કોઈ પણ જરૂરી વસ્તુનું દાન કરવું એ ખુબજ સરાહનીય કામ છે. તેવીજ રીતે હાલ તેવાજ એક વ્યક્તિ વિશે વાત કરીશું જેણે આવીજ રીતે હાલમાં અનોખું અભિયાન ચાલુ કર્યું છે જે ગામના સરપંચ પણ છે, 6 મહિનામાં 65 હજાર ગ્રામજનનું અંગદાન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું. ગ્રામજનોને હવે રક્તદાન નહીં પણ અંગદાન માટે જાગૃત કરવાનું બીડું આ સરપંચે ઉઠાવ્યું છે. આવો તમને વિગતે જણાવીએ.

વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ખોબલા જેવડા મોટી પીંગડી ગામના સરપંચ વિજયસિંહ સોલંકી કે જેણે રક્તદાનના નામથી ફફડતા ગ્રામજનોને હવે રક્તદાન નહીં પણ અંગદાન માટે જાગૃત કરવાનું કામ ઝડપ્યું છે. કોરોના જેવી મહામારીમાં સામાજિક પ્રવૃત્તિઓ કરવાની સાથે આવેલા અંગદાન માટેની જાગૃતિના વિચારને તેમણે અમલમાં મૂક્યો હતો. માત્ર 6 માસના ટૂંકાગાળામાં કાલોલ તાલુકાના ગામો સહિત મધ્ય ગુજરાતના વિવિધ ગામોમાં જાગૃતિ અભિયાન ચલાવીને 65 હજાર લોકોને “અંગદાન મહાદાન” અંગે જાગૃત કરી રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સરપંચે જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવની ચાલી રહેલી ઉજવણીને ધ્યાનમાં લઈને તા.17 સપ્ટેમ્બરે વડાપ્રધાનના જન્મદિનના દિવસ સુધીમાં 75 હજાર રજિસ્ટ્રેશન કરાવવાનો લક્ષ્યાંક છે.

વધુમાં વાત કરીએ તો વડોદરા શહેર-જિલ્લા સહિત મધ્ય ગુજરાતના વિવિધ શહેરોમાં અને ગામોમાં રહેતા તેમના પરિવારજનો, મિત્રો, શુભેચ્છકોને અંગદાનનું મહત્વ સમજાવીને અંગદાન કરવા માટે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. આમ વિજયસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ‘હું મારા ગામનો તો વિકાસ કરીજ રહ્યો છું. તે સાથે કોરોનાની મહામારી દરમિયાન પણ મેં સેવા પૂરી પાડી હતી. તે સેવા દરમિયાન અનેક લોકોના મોત થયા હતા અને તેમના અગ્નિસંસ્કાર થતા હતા. તે સમયે જ મને વિચાર આવ્યો કે, માણસના અવસાન બાદ તેમનું શરીર પંચમહાભૂતમાં વિલીન થઇ જાય છે. ત્યારે તેમના મૃત્યુ બાદ તેમના અંગો જેવા કે, આંખ, કીડની, લીવર જેવા વિવિધ અંગોનું દાન કરે તો કોઇની જિંદગી બચી શકે છે.’

વધુમાં આગળ વિજયસિંહ સોલંકીએ જણાવ્યું કે, અંગદાન માટેના આવેલા વિચારને મેં મારી પત્ની હિના સમક્ષ મુક્યો હતો. પત્નીએ કહ્યું કે, શરૂઆત તમારાથી નહીં શરૂઆત મારાથી કરો. અંગદાન માટે પ્રથમ રજિસ્ટ્રેશન મારી પત્નીએ કારાવ્યું. તે બાદ મેં મારા મૃત્યુ બાદ અંગદાન કરવા રજિસ્ટ્રેશન કરાવ્યું. ત્યાર પછી મારા મિત્રો દશરથસિંહ સોલંકી, પ્રતાપસિંહ સોલંકી વિગેરેનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યાર બાદ અમારા ગામ પછી બાજુમાં આવેલા ગામો અને તે સાથે તાલુકા મથકો અને શહેરોમાં રહેતા લોકોને અંગદાન અંગે જાગૃત કરીને રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 6 માસના જ ટૂંકાગાળામાં 65000નું રજિસ્ટ્રેશન કરાવી દીધું છે અને તા.17 સપ્ટેમ્બર-22ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન સુધીમાં 75 હજાર લોકોનું રજિસ્ટ્રેશન કરાવવાનો લક્ષ્યાંક છે.

આ સાથેજ તેમણે જણાવ્યું કે,જ્યારથી “અંગદાન મહાદાન”નું જાગૃતિ અભિયાન શરૂ કરીને લોકોનું રજિસ્ટ્રેશન કરાવવાનું શરૂ કર્યું છે, ત્યારથી એવું લાગી રહ્યું છે કે, હું એક સમાજ માટે સારું કાર્ય કરી રહ્યો છે. પહેલાં જે લોકો રક્તદાન કરવા માટે ગભરાતા હતા તે લોકો અંગદાન કરવા માટેનું રજિસ્ટ્રેશન કરાવવા માટે સામેથી ફોન કરી રહ્યા છે. આમ હવે અમે અમારા તાલુકા સહિત મધ્ય ગુજરાતમાં ફરી રહ્યા છે. અમે લોકોની જાગૃતિ માટે પોષ્ટર, બેનર, પેમ્પલેટ છપાવ્યા છે. ગામના ડોક્ટોરોને પણ મળી રહયા છે. આવનાર દિવસમાં અમે લોકો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકે તે માટેની સુવિધા ઉભી કરી રહ્યા છે. અમે તાજેતરમાં અમારા અભિયાન વિષે રાજ્યના આરોગ્ય મંત્રી નિમીષાબહેનને પણ મળ્યા હતા. અને તેઓ દ્વારા પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *