સેલ્યુટ છે આ માતાઓ ને જે પોતાના બાળક ને બચાવવા માટે યમરાજ સાથે પણ લડી ગઈ તેણે…
કહેવાય છે ને કે ભગવાન દરેક જગ્યાએ હાજર રહી સકતા નથી એટલે તેમણે માં બનાવી છે , માં જ એક એવી વ્યક્તિ છે જે પોતાના બાળક માટે કઈ પણ કરવા તૈયાર હોય છે .જે પોતાના બાળકના માટે જાનની બાજી પણ લગાવી સકે છે. તેના માટે તે સહેજ પણ વિચાર કરતી નથી તે પોતાના બાળકને દુનિયાની દરેક મુસીબતથી દુર રાખવા માંગતી હોય છે ,આ વાત ફિલ્મી લાગે પણ આ હકીકત છે જે હાલમાં જ ઘણી માં એ સાબિત કર્યું છે .
આ દિવસોમાં રસિયા અને યુક્રેન ની લડાઈ બહુ ચર્ચામાં રહી હતી .એવામાં એક માતાએ પોતાની દીકરીને બચાવવા પોતાની જાન લગાવી દીધી હતી . યુક્રેનની ગોળીઓના વરસાદની વચ્ચે આ માતા એ પોતાની નાની બાળકી ને ઢાલ બની ને રક્ષા કરી તેને બચાવી હતી . ખરેખર આ બાબત રાજધાની કિવ નું બતાવવામાં આવ્યું છે અહી એક મહિલા એ પોતાની એક મહિનાની બાળકીને ગોળીઓથી બચાવવા માટે પોતાના શરીરની ઢાલ બનીને દીકરીની રક્ષા કરી અને જયા સુધી ગોળી નો અવાજ બંધ ના થયો ત્યાં સુધી આ માતા એ પોતાની બાળકી ને પોતાનાથી અલગ કરી નહિ . આ કારણે માતા બહુ ખરાબ રીતે ઘાયલ પણ થઇ ગઈ હતી .
આની સાથે જ ગયા વરસે નવેમ્બર માં પણ તમે આવો જ એક કિસ્સો જોયો હશે જ્યાં એક માં એ પોતાના બાળકને બચાવવા માટે ખૂંખાર અને ભયાનક દીપડાથી સામે લડી ગઈ હતી . તે બાબત સીધી જીલ્લાની બતાવવામાં આવી છે અંતમાં દીપડા એ એક માં ની સામે હાર માનવી પડી અને બાળકને મૂકી ને જવું પડ્યું વાસ્તવમાં દીપડા એ આ માતાના ૮ વર્ષના બાળક નું મોઢું દબાવી લીધુ હતું તે આ બાળકને લઈને ભાગવાની કોશિશ કરી રહ્યો હતો ત્યાં જ માં પોતાના બાળકને બચાવવા દીપડાની પાછળ ભાગી અને તેની સાથે લડી પડી અને પોતાના બાળકને બચાવ્યો.
ત્યારબાદ હાલમાં જ કોરોનાની મહામારી ની વચ્ચે લાગેલા લોક ડાઉન માં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો જ્યાં એક માં પોતાના બાળકને ઘરે લાવવા માટે સ્કુટી પર સવાર થઇ ૧૪૦૦ કિલોમીટર નું સફર કર્યું હતું .આ મામલો તેલંગાના ના નિઝામાબાદ નો છે જ્યાં રજિયા બેગમનો દીકરો નીજમુદીન ૧૨ માં ધોરણમાં હતો તે પોતાના મિત્રના પિતાના ઈલાજ માટે નેલ્લોર ગયો હતો ત્યારે જ કોરોનાની મહામારીના કારણે દેશમાં લોક ડાઉન કરવામાં આવ્યું અને નીજમુદીન નેલ્લોર માં ફસઈ ગયો તેણે અહી આવવા માટે કોઈ સાધન હતું નહિ એવામાં માતા રાજિયા એ ACP ની મદદ માંગી અને ત્યાર બાદ પોતાના દીકરાને લેવા ની અનુમતિ મળતા તે ૧૪૦૦ કિલોમીટર નું સફર કરી સ્કુટી લઇ પોતાના બાળકને ઘરે પાછો લઇ આવી .
પોતાના બાળકોને બચાવવા માટે માતા પોતાના જીવનની કુરબાની પણ આપી શકે છે આવું ઉદાહરણ હિમાચલ પ્રદેશ ના મંડી જીલ્લાના જોગીન્દ્ર્નગર ની એક મહીલા એ પોતાના બાળકના માટે ચેક ડેમમાં કુદતા એક મિનીટ નો પણ વિચાર કર્યો ના હતો . વાત એમ હતી કે તે મહિલા નો બાળક તે ડેમમાં ડૂબી રહ્યો હતો આ જોતા એક માતા કઈ પણ વિચાર્યા વગર ચેક ડેમમાં કુદી પડી હતી પરંતુ તે પોતાના દીકરાને બચાવી સકી ના હતી .સાથે તે પણ આ ડેમ માં કુદી ને ડૂબી ગઈ હતી .
જાણકારી મળ્યા અનુસર ૩૮ વર્ષની રજ્જો દેવી પોતાના ૧૦ વર્ષના દીકરા અભિષેક ની સાથે ખેતરમાં કામ કરવા માટે ડેમની પગદંડી માં ચાલી રહ્યા હતા ત્યારે જ બાળકનો પગ લપસી જતા તે ડેમમાં જઈ પડ્યો હતો . એવામાં પોતાના બાળકને બચાવવા માટે પોતે પણ ડેમમાં કુદી પડી તેણે છેલ્લા શ્વાસ સુધી પોતાના બાળકને બચાવવાની મદદ કરી પરંતુ છેલ્લે બંને માં દીકરો તે ડેમ માં ડૂબી ગયા હતા .