સલામ છે આ શિક્ષક ને કે જે ૨૩ વર્ષથી બાળકોને શિક્ષણ આપવા એવું કરે છે કે જેની કોઈ કલ્પના પણ કરી શકાય નહીં… આ શિક્ષક પહાડી પાર કરીને….

માતા પિતા પછી જો કોઈ હોય કે જેને બાળકોના ભવિષ્ય વિશે ચિંતા હોય તો તે છે શિક્ષક. જે બાળકના માતા પિતા પછી તરતનું સ્થાન ધરાવે છે કેમકે માતા પિતા પછી શિક્ષક જ હોય છે જે બાળકોને શિક્ષણ ની સાથે સંસ્કાર અને સમજણ આપવાનું કામ કરતા હોય છે.દરેક સફળ થનાર વ્યક્તિની પાછળ તેના શિક્ષક નો હાથ પણ જોવા મળે છે.આપના દેશમાં રામ ભગવાન અને શ્રી કૃષ્ણ ને પણ ગુરુ ની જરૂર હતી.ભગવાન અને દેવતા ને પણ ભવિષ્ય બનાવવા માટે ગુરુનું જરૂર પડી હતી.

ભારતીય પરંપરામાં શિક્ષકનું મહત્વનું સ્થાન ગણાય છે. આપણા દેશની અંદર ગુરૂપુનમ પણ મનાવવામાં આવે છે અને શિક્ષકદિન પણ મનાવવમાં આવે છે. દર વર્ષે ૫ સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિન ઉજવવામાં આવે છે.ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ જન્મદિવસના સ્મરણાર્થે આ દિવસ મનાવવામાં આવે છે.અત્યાર સુધીમાં અનેક શિક્ષકોને આપણે જોયા હસે.જેમાં શિક્ષકોનું બાળકો પ્રત્યેની સમર્પણની ભાવના જોવા મલતી હોય છે.આવા જ એક શિક્ષકની વાત આજે આપણે કરવા જઈ રહ્યા છીએ કે જે બાળકોને શિક્ષણ આપવા માટે બહુ જ લાંબો સફર નક્કી કરી રહ્યા છે.

મધ્યપ્રદેશના બૈતુર જિલ્લાની કમલતિબેન એક શિક્ષક છે.જેમની અંદર એક શિક્ષણ ને લઈને બહુ જ અદ્ભુત જુસ્સો જોવા મળ્યો છે.જે બાળકોને ભણાવવા માટે દરરોજ ૫૦ કિલોમીટરનું સફર નક્કી કરી રહી છે.જેમાં ૨૫ કિલોમીટર આવવાનું અને ૨૫ કિલોમીટર જવાનું હોય છે.આ સિલસિલો છેલ્લા ૨૩ વર્ષથી ચાલી રહ્યો છે.અને કમલતી બેન જણાવે છે કે આ આગળ પણ આમ ચાલતો જ રહેશે.કમલતી બેનના લગ્ન ૨૮ એપ્રિલ ૧૯૯૯ ના રોજ થયા હતા. તેમને લગ્ન પછી પોતાના જ ગામમાં રહીને ગામના બાળકોને ભણાવવાનું નક્કી કર્યું.

બૈતુલની તાપ્તી નદીના કિનારે એક ખેતરમાં કાચા મકાનમાં ૪ વર્ષ સુધી તે એકલી રહી હતી.ત્યાર પછી તેમના ઘરે એક દીકરો જન્મ્યો.ત્યાર પછી તેઓ બૈતુલ આવ્યા.કમલતી બેન ડોગરેની ઉંમર ૪૫ વર્ષની છે અને તે બૈતુલ થી ૨૫ કિલોમીટરનું અંતર કાપી પહાડી પર આવેલા ગૌલા ગૌંદી ગામમાં આવે છે.જે એક શિક્ષક છે. બૈતુર શિક્ષકર્મી ઇસ સ્કૂલમાં ૩૧ ઓગસ્ટ ૧૯૯૮ ના રોજ જોડાઈ હતી.પહેલા તે ૧૪ વર્ષ સુધી એક અધ્યાપક તરીકે કામ કરતી હતી અને ૨૦૧૮ માં તેને શિક્ષક બન્યા.તે પોતાની નોકરીની નિવૃત્તિ સુધી આ સ્કૂલના બાળકોને ભણાવવા માંગે છે

તમને જણાવી દઇએ કે ધોધમાર વરસાદ, અતિશય ગરમી,તડકો, જંગલી જાનવરો,અને પહાડોને પાર કરી ૨૩ વર્ષથી તેઓ બાળકોને શિક્ષણ આપવા આવી રહી છે.તેમને ઘરેથી નીકળી સ્કૂલ સુધી પહોંચતા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.ઘરથી નીકળી ૧૦ કિલોમીટર બસમાં સફર કરે છે ત્યાર પછી ૧૨ કિલોમીતર ની યાત્રા લિફ્ટ લઈને કરે છેઅને ત્યાર પછી શરૂ થાય છે કઠિન પડાવ.જેમાં કમલતી બેનને આગળ ના ૩ કિલોમીટર ઊભી પહાડી પર ચાલીને જ જવું પડે છે .

અને એમાં પણ પહાડી ઊભી છે આથી તેને ચડવામાં પણ બહુ તકલીફ ઊભી થાય છે.૨૩ વર્ષથી તેઓ આવો જ પથરિલો માર્ગ પસાર કરીને સ્કૂલ સુધી પહોંચતી હોય છે.ત્યાર પછી તેમને આવવામાં પણ બહુ સમસ્યા થતી હોય છે.આમ તેઓ રોજ ૫૦ કિલોમીટરનું સફર નક્કી કરી બાળકોને શિક્ષણ આપવા જાય છે.અત્યાર સુધીમાં કમલતી બેને જેટલા બાળકોને ભણાવ્યા છે તેમાં કોઈક સૈનિક માં ભરતી થયા છે તો કોઈક અન્ય સામાજિક સેવામાં જોડાઈ ગયા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *