સાળંગપુર હનુમાનજી ના મંદિરમાં દેખાતો, આ નાનકડો બાળક કોણ છે? શું તમે જાણો છો ?
કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું મંદિર સાળંગપુર ધામ થી, છેલ્લા કેટલાક વર્ષોથી એક નાનકડો બાળક મોટા-મોટા લોકો ને શરમાવે તેવું ટેલેન્ટ ધરાવે છે. અને આ નાનકડો બાળક આખા ગુજરાતની અંદર ખૂબ જ પ્રખ્યાત થયો છે. લોકો તેને આર્યન ભગત ના નામથી ઓળખે છે. પરંતુ આજે અમે તમને સોશિયલ મીડિયા ની અંદર ખૂબ જ વાયરલ થયેલો આ નાનકડો બાળક કોણ છે, અને તેના માતા પિતા કોણ છે તેમજ તે ગુજરાતના કયા ગામડા થી આવે છે તે તમે જાણવા માંગો?
ગુજરાતની અંદર આવેલુ શ્રી કષ્ટભંજનદેવ સારંગપુર વાળા હનુમાન દાદા નુ મંદિર ગુજરાત દેશની અંદર ખૂબ જ પ્રખ્યાત છે. એમાં જ લોકો દૂર-દૂરથી સારંગપુર મંદિર માં ખુબજ આસ્થા અને પ્રેમથી દર્શન કરવા માટે આવે છે.સારંગપુર વાળા દાદા હમેશા ભક્તોની ઈચ્છા પૂરી કરતા હોય છે. જેમાં અવારનવાર જોવા મળતો આ નાનકડો બાળક લોકો ના ઘરે ઘરે પ્રસિદ્ધ થય ચુક્યો છે.
આ નાનો બાળક આર્યન ભગત ના નામથી ઓળખાય છે. સોશિયલ મીડિયા ઉપર ભગતની અવ નવી વાતો અને કિર્તનો ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. આર્યન ભગત નુ પુરુ નામ, આર્યન ભગત મહેન્દ્રભાઈ ધરજીયા છે. આર્યન ભગતના વતન એનું ગામ બોટાદ જિલ્લાની અંદર આવેલા ગઢડા તાલુકાના ગોડકા ગામ છે. તેના પિતા મહેન્દ્ર ભાઈ નો વ્યવસાય એ હીરા ની તોડફોડ નું કામકાજ કરે છે. તેમજ તેમના માતા કામ કરે છે. અત્યારે આર્યન ભગત હાઈ કે જી માં અભ્યાસ કરે છે. જ્યારે આર્યન ભગતને પૂછવામાં આવ્યું હતું કે, તો આ બધા નવા નવા કિર્તનો અને અવનવી વાતો ક્યાંથી શીખે છે?? તું કોની પાસેથી શીખ્યો છો?
ત્યારે આર્યન ભગત એ જવાબ આપ્યો હતો કે, ભજન ભગત તેમના ગુરુ હરિ પ્રકાશ સ્વામી પાસેથી આ દરેક કિર્તનો અને અવનવી વાતો શીખે છે. આર્યન ભગત પોતાના ગુરુ હરિ પ્રકાશ સ્વામી ના વિડીયો અને પ્રવચન દ્વારા ઘણું બધું જ્ઞાન મેળવે છે, આ ઉપરાંત ભગત હંમેશા સારંગપુર મંદિર હોય છે તેમ જ ત્યાં રહીને તે અવનવા કિર્તનો અને પોતાના ગુરૂ પાસેથી ઘણું બધું જ્ઞાન મેળવે છે. આર્યન ભગત એ વધુમાં જણાવ્યું હતું કે, મને નીલુ ભગત અને શાસ્ત્રી સ્વામી મને ઘણું શીખવાડે છે.
આર્યન ભગત જણાવે છે કે, એકથી બે વખત કીર્તન સાંભળું છું ત્યારે મને આખું કીર્તન યાદ રહી જાય છે. આર્યન ભગત હંમેશા પોતાના ગુરુ એવા હરિ પ્રકાશ સ્વામી ની સાથે ઘણા બધા પ્રવચનો ની અંદર તમે જોઈ શકો છો. તેમજ હંમેશા પોતાના ગુરુ હરિ પ્રકાશ સ્વામી પોતાના પ્રવચનો ની અંદર પાંચથી દસ મિનિટ આર્યન ભગતને બોલવાનો સમય ગાળો આપે છે. તેવામાં આર્યન ભગત હંમેશા કિર્તનો અને અવનવી વાતોથી પ્રવચનોની અંદર રહેલા દરેક ભક્તોને ઘણું બધું જ્ઞાન પહોંચાડે છે.
આર્યન ની ઉમર હાલમાં 5 વર્ષ ની જ છે. તે જયારે 2 વર્ષ નો હતો ત્યારથી જ ધોતી અને ખેસ પહેરતો હતો. તે જણાવે છે કે તેને કોઈ દિવસ શર્ટ કે પેન્ટ પહેર્યું નથી. તે જયારે સ્કૂલ માં પ્રવચનો આપે છે ત્યારે તાળીઓ પડે છે.