અમદાવાદ નુ ફેમસ છે શશી નુ ચવાણું ! સ્વાદ એવો કે આંગળા ચાટતા રહી જશો, 50 વર્ષ જુની દુકાન અમદાવાદમાં આ જગ્યા પર…
અમદાવાદ શહેર એટલે સ્વાદ પ્રિય નગરી! આ શહેરની દરેક ગલીઓમાં અનેક વાનગીઓ ખૂબ જ લોકપ્રિય છે, ત્યારે એનો સ્વાદ માણતા ની સાથે જ તમે પણ ખૂબ જ મોહી જશો અને વારંવાર એ વાનગીનો સ્વાદ માણવા તૈયાર થઈ જશો. આજે અમે આપને એક એવી વાનગી જણાવશું જેને ખાવા માટે લોકો દૂર દૂર થી આવે છે. આજના સમયમાં ફાઈવ સ્ટાર હોટેલ થી કરતાંય વધુ સ્વાદિષ્ટ છે અને આ વાનગી રસ્તા પર મળે છે છતાંય વધુ લાજવાબ અને ફેમસ છે.
આ વાનગી એકવાર ચાખશો તો ચાહત થઈ જશે. કાચા પપૈયાનું સલાડ ને માથે લીલા ધાણા ભાજી એમાંય શશીચવાણો સ્પેશિયલ મસાલો !આહ આ બધાનું મિશ્રણ થાય ત્યારે બને છે અમદાવાદ ની સ્પેશિયલ વાનગી શશી નું ચવાણું! ખરેખર આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ છે અને આ વાનગીનો સ્વાદ માણવા તમારે એકવાર તો અવશ્ય આવું જ જોઈએ કારણ કે છેલ્લા 50 વર્ષ થી આ વાનગી લોકોને પીરસી રહ્યા છે અને ઘણા વર્ષો થઈ ગયા પરંતુ આ ચવાણાનો સ્વાદ બદલાયો નથી.
ખરેખર આજે પણ જ્યારે તમે અમદાવાદ આવો ત્યારે લાલ દરવાજા પાસે આવેલ લક્કી હોટેલ ની ગલીમાં જરૂર જજો!ત્યાં જ તમને શશી ચવાણું મળી રહેશે. આ લોકોની બીજી એક બ્રાંચ નારગપુરામાં છે. આ ચવાણું તમે અહીંયા ખાશો તો વધારે સ્વાદિષ્ટ લાગશે કારણ કે તેને પપૈયા સાથે પીરસવામાં આવે છે, કદાચ તમે પાર્સલ કરીને ઘરે લઈ જશે તો આવો સ્વાદ નહિ મળે જેવો તમને આ દુકાને ઊભીને એ ભાઈના હાથે બનાવેલ ડિશમાં હશે.
આ ચવાણું તમે ઘરે લઈ જઈ શકો છો.300 રૂ.કિલો આ ચવાણુંનો ભાવ છે. જ્યારે પણ તમે આવો ત્યારે આ ચવાણું ઘરે જરૂર લઈ જજો કારણ કે આ સ્વાદ તમને બીજે ક્યાંય નહીં મળે! ખરેખર અમદાવાદ નું આ ચવાણું તેના સ્વાદ માટે જ ઓળખાય છે. આ દુકાનદારનું નામ પણ શશીકાંત ભાઈ છે અને તેમના નામ પરથી જ આ ચવાણું અમદાવાદમાં ઓળખાય છે. જ્યારે પણ તમે અહીંયા આવો ત્યારે આ ચવાણું જરૂર ચાખજો કારણ મેં તમે તેના દિવાના થઈ જશો.