ગુજરાત ના આ ગામ ની શેરોઓ મા સાવજ ના ધામા ! જુઓ દિલધડક વિડીઓ…

હશો કે કોઈ ગામમાં સિંહ, દીપડો, વાઘ જેવા ખૂંખાર માંસાહારી વન્યપ્રાણીઓ દોડી આવતા હોઈ છે જેનાલીધે સમગ્ર ગામમાં ખોફ નો માહોલ છવાઈ જતો હોઈ છે તેમજ ગામના લોકોનો જીવ તાળવે ચોટી જતો હોઈ છે. એક તેવોજ કિસ્સાનો વિડીઓ સામે આવી રહ્યો છે. જેમાં એક સિંહ જૂનાગઢની શેરીઓમાં લટાર મારતો નજરે પડ્યો હતો. જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. વાત કરીએ તો આ વિડિઓ થોડા અઢવાડિયા પહેલાનો છે પરંતુ હાલ આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઈ રહ્યો છે.

જેમ તમે જાણોજ છો કે સિંહ અવાર-નવાર કાઠીયાવાડમાં ખાસ કરીને જૂનાગઢ અને અમરેલી વિસ્તારમાં સિંહ રસ્તા પર નજરે પડતા હોય છે. જંગલના રાજા સિંહ વારંવાર ખોરાકની શોધમાં લટાર મારતાં-મારતાં જંગલની બહાર માનવવસતિના વસવાટવાળા વિસ્‍તારોમાં આવી જાય છે. એકમ મળતી વિગત પ્રમાણે જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં મોડી રાત્રિના સિંહ પરિવાર રોડ પર જોવા મળ્યો હતો. એ જ ચાર સિંહોનું ટોળું ફરી બિલખા રોડ રાજીવનગરના ગેટ પર જોવા મળ્યું હતું. મધરાતે સિંહ પરિવારના આંટાફેરાનાં દૃશ્યો કેમરામાં કેદ થયાં છે.

આમ તે સમયે સિંહો ગાંધીગ્રામ વિસ્તારમાં ફરતા હોવાનો વીડિયો વાઇરલ થતાં વન વિભાગે સ્ટાફને એલર્ટ કર્યો હતો. એ જ સિંહ પરિવાર ફરી જોવા મળ્યો હતો. બીલખા રોડ રાજીવનગરના ગેટ પાસે, જ્યાં મેંદરડા, વિસાવદર જવાનો રોડ છે ત્યાં મેઈન રોડ પર એકસાથે ચાર સિંહે મધરાતે પોતાની અલગજ મોજ માણતા જોવા મળ્યા હતાં.

આ સાથે તમે જોઈ શકો છો બે બચ્ચાં અને બે સિંહણ ચારેય મેઈન રોડ પર બેઠેલા જોવા મળ્યાં હતાં. બાદમાં આ સિંહોનું ટોળું જંગલ તરફ જતું રહ્યું હતું. આ સમયે ત્યાંથી પસાર થતા એક કારચાલકે આ દૃશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરી લેતાં આ વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ બાબતની જાણ વન વિભાગને થતાં વન વિભાગનો સ્ટાફ પણ એલર્ટ થયો હતો. આમ હાલ આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાઈરલ થઈ રહ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *