સુરત ના ઉધોગપતિ સવજીભાઈ એ ફરી એવુ કામ કર્યુ કે લોકો ખુબ વખાણ કરી રહ્યા છે ! 15 લાખ નુ દાન એવી રીતે કર્યુ કે…
સવજી ભાઈ ધોળકિયા ને સોં કોઈ ઓળખતાજ હશો જે સુરત શેર મોટા ઉધોગપતિ અને રહેવાસી છે. તેમના દાન અંગેના કિસ્સાઓ તો તમેં ઘણી વાર સાંભળીયાજ હશે. હાલમાજ લેઉવા પટેલ ધોળકિયા પરિવાર દ્વારા હરેકૃષ્ણ ગ્રુપના નેજા હેઠળ કંપનીમાં કેમ્પસમાં સ્નેહમીલનનું આયોજન કરાયું હતું. તેમાં સવજીભાઈ ધોળકિયા જે ખુબજ મોટા ઉધોગપતિ છે તેમણે કુળદેવીના મંદિરના નિર્માણ માટે અલગ અંદાઝથી દાન કર્યું હતું.
તે જ્યારે સ્ટેજ પર ઉભેલા હતા ત્યારે જાહેર મંચમાં બોલ્યા કે અહ્યા જે લોકો બેઠેલા છે તેમાંથી જે લોકો વ્યસન કરે છે તે લોકો પોતાનો હાથ ઉચો કરે, આ વાત સાંભળીને ૨૦૦ જેટલા લોકો જે વ્યસન કરતા હતા તેઓએ હાથ ઉચો કર્યો પછી સવજીભાઈ ધોળકિયા બોલે છે કે હવે જે લોકો કાયમ માટે એટલે કે સાવ વ્યસન મુક્ત થવા ઈચ્છતા હોઈ તેવા લોકો હાથ ઉચા કરે અને જે લોકો તૈયાર હશે. હું તેમના નામ થી વતનમાં કુળદેવીના મંદિર માટે રૂ. ૫૧ હજાર દાન કરીશ. આ સંસાંભળી ૩૧ લોકો એ હાથ ઉચો કર્યો હતો.
તેથી હવે સવજીભાઈ ધોળકિયાએ રૂ. ૧૫.૫૦ દાન માં આપ્યા હતા. તેમજ સવજીભાઈએ વધુમાં જણાવ્યું કે ભાલ વિસ્તારમાં ગાંગાવાડા ગામે ધોળકિયા પરિવારના કુળદેવીનું મંદિર છે. આ પ્રસંગોપાત મંદિરના જીર્ણોદ્વારા અને પરિવારજનો ત્યાં આવે તો તેમના ઉતારા માટે ૨ કરોડના ખર્ચે એક બિલ્ડીંગ બનાવાશે. આ કામ માટે પરીવારનાં લોકો સમક્ષ ફંડ માટે વાત મુકતા સવજીભાઈ ધોળકિયા એ દાન કરવાની અલગજ રીત મૂકી જેના થી એક સાથે બે કામ થઇ જાય.
સવજીભાઈ બોલ્યા કે જ્યાં અમારા કુળદેવી મંદિર નું નિર્માણ થતું હોઈ ત્યાં અમારી તરફથી આર્થીક સહયોગ તો આપવોજ પડે. આમ જે દીવસે સવજીભાઈ ધોળકિયા એ દાન માં ૧૫.૫૦ લાખ રૂપિયા આપ્યા હતા તે દિવસે વિશ્વ તમાકુ વિરોધ દિવસ હતો. અને તેના લીધે સવજીભાઈ ને વ્યસન મુક્તિ અંગેનો વિચાર આવ્યો અને લોકોના હાથ ઉચા કરાવ્યા હતા.