સુરત ના ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયા એ કંપની ના કર્મચારી માટે એવો નિર્ણય લીધો કે ચારે કોર વાહ વાહ થઈ ગય ! જાણો શુ..

આપણે સૌ કોઈ જાણીએ છે કે, પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત સવજીભાઈ ધોળકિયા હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં જ તેમને એક એવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે તેમજ ખાસ કરીને સૌ કોઈ આ કામગીરીનાં વખાણ કરી રહ્યા છે. એક વાત તો સત્ય છે કે સવજીભાઈ તેમના કર્મચારીઓની ખૂબ જ સારી રીતે સંભાળ લઈ રહ્યા છે, ત્યારે ફરી એકવાર તેમને કર્મચારીઓ માટે ખૂબ જ સરહાનીય કામગીરી કરી છે.

સવજીભાઈ હંમેશા કહે છે કે, તેમના બિઝનેસની સફળતા પાછળ તેમના કર્મચારીઓનો જ ફાળો છે. આજ કારણે તેમને કર્મચારીઓનાં પરિવારને હિતને સામે રાખી એક નવી કલ્યાણ યોજના શરૂ કરી છે. સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, હરેકૃષ્ણ ડાયમંડ કંપની દ્વારા શરૂ કરાયેલી આ યોજના હેઠળ નોકરી દરમિયાન કર્મચારી મૃત્યુ પામે તો તેના મૃત્યુ બાદ કર્મચારીની 58 વર્ષની નિવૃતિવયની મર્યાદાને ધ્યાને રાખી ત્યાં સુધી તેનો પગાર પરિવારને દર મહિને આપવાનું નક્કી કરાયું છે.

આ પહેલા પણ તેઓ પોતાના કર્મચારીઓને ઘર અને કિંમતી કારો દિવાળીનાં બોનસમાં આપેલ છે, ત્યારે હવે તેમને પરિવારનું હિત જોઈને આ યોજના બહાર પાડી છે.હાલમાં કંપની દ્વારા બે કર્મચારીઓના પરિવારને તેના લાભ આપવાનું કંપનીએ શરૂ કર્યુ છે.

સવજી ભાઈ એ મીડિયા દ્વારા જણાવેલ કે, કર્મચારી મૃત્યુ પામે તો તેના પરિવારને દર મહિને તેમનો પગાર મળી જાય. જેની મર્યાદા 1 લાખ સુધીની છે. આ ઉપરાંત વતનમાં કર્મચારીને મકાન બાંધવા 5 વર્ષ માટે વિના વ્યાજે 5 લાખની લોન અપાય છે. ખરેખર સવજીભાઈ દ્વારા હંમેશા ખૂબ જ મહત્વના પગલાઓ લેવામાં આવે છે, જેથી કરીને તેમની કંપનીનું હિત જળવાય રહે અને સાથો સાથ તેમના કર્મચારીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *