દ્વારકાધીશ નો ચમત્કાર જુઓ ! લમ્પી વાયરસ થી 25 ગાય નો જીવ બચી જતા ગૌપાલ 450 કિલોમીટર દુરથી પગપાળા ગાય સાથે પહોચ્યા અને અડધી રાત્રે મંદિર ના દરવાજા ખુલ્યા….
મિત્રો વાત કરીએતો જયારે જયારે પણ આપણા પર મુશ્કેલી આવી પડતી હોઈ છે ત્યારે આપણે એક ને એક વાર ભગવાનને દિલ થી પ્રાર્થના કરતા હોઈએ છીએ અને જ્યારે આપણી મુશ્કેલી દુર થાય છે ત્યારે આપણે ભગવાનનો આભાર પણ માનતા હોઈએ છીએ. તેવીજ રીતે હાલ તમને ખબરજ હશે કે ગાયોમાં લમ્પી નામનો વાયરસ ખુબજ ફેલાઈ રહ્યો હતો જેના લીધે લાખો ગાયોનો જીવ ગયો છે પરંતુ કચ્છના આ પશુપાલક પાસે એ સમયે 25 ગાય હતી અને એમાં કોઈને પણ લમ્પીની અસર થઈ નહોતી. આથી કાળિયા ઠાકરની મહેરબાનીથી જ આવું થયું હોવાનું સમજીને પોતાના ગૌ-ધન સાથે તેઓ પગપાળા દ્વારકા આવવા નીકળી પડ્યા હતા. આમ કુલ 17 દિવસના પ્રવાસ પછી ૨૧ નવેમ્બરે કામધેનુએ ઠાકરજીનાં દર્શન કર્યાં.
આમ જ્યારે ગાયોમાં આ વાયરસ ફેલાઈ રહ્યો હતો ત્યારે કચ્છના રહેવાસી મહાદેવ દેસાઈની 25 જેટલી ગાયોને લમ્પી રોગ થતાં તેમણે માનતા માની કે ‘હે કાળિયા ઠાકર મારી ગાયોને લમ્પી રોગમાંથી બચાવી લેજે, હું એમને પગપાળા લાવીને તારા દ્વારે દર્શન કરવા લઈ આવીશ. માવજીભાઈની માનતા ફળી અને તેમની 25 જેટલી લમ્પીગ્રસ્ત ગાયો બચી ગઈ. એકપણ ગાયનું મૃત્યુ પણ ના થયું અને અન્ય ગાયોમાં આ રોગનો ફેલાવો પણ ન થયો. આ કોઈ ચમત્કારથી કમ નોતું તેઓ તરતજ તેમની માનતા પૂરી કરવા માટે કચ્છથી 450 કિલોમીટર પદયાત્રા કરીને દ્વારકા મંદિરે ગૌમાતાને દર્શન કરવા પહોંચ્યા હતા.
આમ આ સાથે તેમના માટે એક મુશ્કેલ સવાલ ઈ પણ હતો કે તેઓ ૨૫ ગયો સાથે દિવસે કેમ દર્શન કરી શકે કારણકે દિવસના સમયે તો ભક્તોની ખુબજ ભીડ હોઈ છે. તેથી હીવટી તંત્રએ સ્પેશિયલ ગાયોનાં દર્શન કરવા માટે રાત્રે દ્વાર ખોલવામાં આવ્યાં હતાં. આમ ઇતિહાસમાં દ્વારકા મંદિરમાં પહેલી વખત એવું બન્યું કે ગાયો માટે મધરાત્રે મંદિરનાં દ્વાર ખોલવામાં આવ્યાં અને 450 કિમી પગપાળા કરીને આવેલી 25 ગાયે મંદિરની અંદર જઈ ભગવાન દ્વરકાધીશનાં દર્શન કર્યાં હતાં. મોડી રાત્રિએ જગતમંદિરમાં આ ઘટના જોઈ સૌકોઈ ભાવવિભોર થઈ ગયા હતા. અને આ દ્રશ્ય જોઈ વિડીઓ અને તસ્વીરો લેવા લાગ્યા હતા.
તેમજ જણાવીએ તો આ પ્રસંગે મંદિરના વહીવટદાર તંત્રએ અને સ્થાનિકો દ્વારા મહાદેવભાઈ તથા તેમની સાથે આવેલા ગૌસેવકોને પ્રસાદી આપીને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદરૂપ ઉપેણા ઓઠણીથી સન્માનિત કર્યા હતા. તાજેતરમાં બનેલી આ ઘટનાએ આખી દ્વારકાનગરીને ભાવવિભોર બનાવી દીધી છે. આમ આ બધા દ્રશ્યો જોતાજ ત્યાં રહેલ લોકોને તેમને કાનુડાનો ગાય પ્રત્યેનો પ્રેમસંબંધ યાદ આવ્યો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.