માતાજી નો ચમત્કાર જુઓ ! શ્રી ફળ વધેરતા અંદરથી જે નીકળ્યુ એ જોવા જેવુ…જુઓ ફોટા
ધર્મ ભક્તિમાં માનનારા લોકો ભારતમાં વધુ વસવાટ કરે છે ભારતના દરેક લોકો પોતાની સંસ્કૃતિ અને માન્યતાઓના કારણે પ્રખ્યાત ગણાય છે. અહી મોટા ભાગના લોકો ધર્મપ્રેમી જોવા મળે છે. ઘણા ધર્મપ્રેમીઓ એવા પણ હોય છે જે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે માનતાઓ રાખતા હોય છે અને દેવી દેવતાઓ પ્રત્યેના અતૂટ વિશ્વાસથી તેઓ આ ધર્મના માર્ગ પર ચાલતા હોય છે. અને જેવી તેમની બધા કે માનતા પરિપૂર્ણ થાય તો તેઓ દેવી દેવતાઓને મનમાં સંકલ્પ કરેલા અનુસાર પ્રસાદ અર્પણ કરીને પોતાની માનતા પૂરી કરતાં હોય છે.
હાલમાં આવો જ એક માનતા પૂરી કરતાં એક વ્યક્તિ સાથે એવો ચમત્કાર થયો છે કે જે જોઈ તમે પણ દંગ રહી જશો. પાટણના શ્રધ્ધાળું એવા દિનેશભાઇ મકવાણા એ પોતાની મનોકામના પૂરી કરવા માટે પાટણમાં આવેલા ધારપૂર નજીકના સધી માતાજીનાં મંદિરમાં માનતા રાખી હતી. અને તેમની મનોકામના પૂરી બંતા તેઓ માતાજીને ત્યાં માનતા પૂરી કરવા માટે મંગલવારે ગયા હતા જ્યાં તેમની સાથે એવો ચમત્કાર થયો કે જેની કોઈ કલ્પના કરી સકે નહીં.
તેમના દ્વારા સધી માતાજીને ચડાવવા માટે જે શ્રીફળ હતું તેને વધેરતા જ તેમાથી હંસ આકારનો અંદરનો ભાગ નીકળ્યો હતો. એમ શ્રીફળ ની અંદર થી આવો હંસ આકાર નીકળતા આ શ્રીફળના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. આસ્થા અને ભક્તિ સાથે દિનેશભાઇ મકવાણાએ પોતાની મનોકામના પૂરી થવા બદલ જે શ્રીફળ સધી માતાજીની સન્મુખ વધેર્યુ હતું તે શ્રીફળ માથી હંસ આકાર નીકળતા મંદિરના પરિસરમાં ઉપસ્થિત તમામ લોકોએ માતાજીની સાથે સાથે આ શ્રીફળના દર્શન કરીને પણ ધન્યતા અનુભવી હતી.