આ સરકારી શાળા જોઈ ને બધી પ્રાઈવેટ શાળા ઓ ભુલી જશો ! જુઓ કેવી કેવી સુવીધા વિદ્યાર્થી ઓ ને આપવા મા આવે છે..
મિત્રો તમે ઘણી તમારા જીવનમાં ઘણી બધી શાળા જોઈ હશે તેમજ તને ઘણી વખત જોયું હશે કે સરકારી સ્કૂલ કર્તા પ્રાઇવેટ સ્કૂલ ખુબજ સારી અને આધુનિક જોવા મળતી હોઈ છે, પ્રાઇવેટ સ્કૂલ સરકારી સ્કૂલ કરતા ખુબજ સુંદર અને ફેસેલિટી વાળી હોઈ છે તેથી આજના સમયના લોકો સરકારી સ્કૂલ કરતા પ્રાઇવેટ સ્કૂલ માઁ વધુ ફી ભરીને તેમના બાળકોને ભણાવતા હોઈ છે. પરંતુ હાલ સરકારી શાળાઓ ખાનગી શાળાઓને ટક્કર આપે એવી બની ચુકી છે. અને વિધાર્થીઓના પરિણામો પર પણ સકારાત્મક અસર જોવા મળે છે. ચાલો તમને તેવીજ એક શાળા વિશે વાત કરીએ.
દિલ્હીની સરકારી શાળાઓની તસવીરો પહેલા પણ વાયરલ થઇ આવી છે અને થોડા સમાય પહેલા પણ વાયરલ થઇ હતી. સોશિયલ મીડિયા પર આ શાળાઓની સરખામણી ખાનગી શાળાઓ સાથે કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી દિલ્હીની સરકારી શાળાઓની તસ્વીરોને જોઇને જરાક પણ ન લાગે કે આ સરકારી શાળા છે. તેમજ દિલ્હીની સરકારી શાળાઓમાં પણ ખાનગી શાળાઓની જેમ જ અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. દિલ્હીના એક હજારથી વધુ સરકારી શાળાઓના શિક્ષકો અને આચાર્યોને અત્યાર સુધીમાં પ્રશિક્ષણ માટે સિંગાપોર અને ફિનલેન્ડ મોકલવામાં આવી ચુક્યા છે.
વાત કરીએ તો સરકારી શાળાઓ અત્યાર સુધી ખરાબ અને જૂની પદ્ધતિ માટે બદનામ રહી છે. પરંતુ આ પ્રશિક્ષણથી શિક્ષકોના શિક્ષણ કૌશલ્યમાં વિકાસ થયો છે અને તેઓ જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં અધ્યયન અનુસંધાનથી રૂબરૂ થયા છે. દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર, દિલ્હીની સરકારી શાળાઓમાં આ પ્રકારના 8000થી વધુ નવા વર્ગો બનાવાઇ ચુક્યા છે, 11000નું નિર્માણ કામ શરુ થઇ રહ્યું છે અને 1000 માટે ટેન્ડર કરવામાં આવી ચુક્યા છે. આમ એ સાથે જ તેમના અભ્યાસક્રમમાં પણ અબદલાવ થયો છે. દિલ્હીની સરકારી શાળાના 40 અધ્યાપકો અને શિક્ષાવિદોની એક ટીમે લગભગ 6 મહિનામાં જ હેપ્પીનેસ કરીક્યુલમ બનાવ્યું છે.
તેમજ નર્સરીથી લઇને 7 ધોરણ સુધીના વિધાર્થીઓ માટે 45 મિનિટનો હેપ્પીનેસ પિરિયડ હશે, જેમાં યોગ, કથાવાચન, પ્રશ્નોત્તરી સત્ર, મૂલ્ય શિક્ષા અને માનસિક કસરતો પણ સામેલ છે. દિલ્હી સરકારે બ્રિટિશ કાઉન્સિલ સાથે એમઓયુ પણ કર્યા હતા, જેના માધ્યમથી હવે યુવાઓના સ્કિલ ડેવલોપમેન્ટ અને કલા-સંસ્કૃતિમાં સહોયગને લઇને પણ કામ કરવામાં આવશે.